Urfi Javed Dress: ક્યારેક કંતાન તો ક્યારેક કાચથી ઢાંક્યું તન, પોતાની ફેશન સ્ટાઇલથી વિદેશમાં ધૂમ મચાવી રહી છે ઉર્ફી
Urfi Javed Unique Style: ઉર્ફી જાવેદ હાલમાં ના કોઇ સીરિયલમાં જોવા મળી રહી છે અને ના તો કોઇ રિયાલિટી શોમાં. પરંતુ તેમછતાં પણ લાઇમલાઇટમાં તો બરાબરની જોવા મળી છે. તેનું એક જ કારણ છે કે તે ઉર્ફી જાવેદની સ્ટાઇલ જેને લઇને દેશમાં જ નહી વિદેશોમાં પણ ઓળખ બનતી જાય છે.
ઉર્ફી જાવેદના ડ્રેસિંગ સ્ટાઇલ વિશે અમે શું કહીએ. સ્ટાઇલ સાથે એક્સપેરિમેન્ટ કરવું કોઇ ઉર્ફી પાસેથી શીખે. ઉર્ફી ઘરેથી નિકળે છે તો પોતાના કપડાંને લઇને ચર્ચામાં આવી જાય છે. તેનો એરપોર્ટ લુક હોય કે પછી કેજ્યુઅલ વિયર. ઉર્ફી દરેક વખતે કમાલની લાગે છે. (ફોટો સાભાર- સોશિયલ મીડિયા)
ક્યારે જોઇ છે છિપલામાંથી બનેલી બ્રા. ઉર્ફી જાવેદ છે તો બધુ જ શક્ય છે. તાજેતરમાં સમુદ્ર કિનારે ઉર્ફીનો આ અંદાજ ખૂબ જાદૂ પાથરી રહ્યો છે. આ ફોટાને જોઇ ફેન્સના પરસેવા છૂટી ગયા હતા. (ફોટો- સોશિયલ મીડિયા)
ફેશન માટે તો ઉર્ફી કોઇ પણ ખતરો ઉઠાવવા માટે તૈયાર રહે છે. પછી ભલે તે કાંચમાંથી બનેલો ડ્રેસ કેમ ન પહેરવો પડે. ઉર્ફી જાવેદે તાજેતરમાં જ કાચમાંથી બનેલો ડ્રેસ પહેરીને બધાને આશ્વર્ય ચકિત કરી દીધા હતા. (ફોટો-સોશિયલ મીડિયા)
ઉર્ફી જાવેદને ફૂલોથી ખૂબ પ્રેમ છે ત્યારે તો આ હસીના ફૂલોથી બનેલો ડ્રેસ પહેરીને ફૂલ જેવી સુંદર લાગે છે. ક્યારેક પોતાના પર ફૂલ લગાવીને તો ક્યારેક ફૂલોથી બનેલી બિકિની પહેરી ઉર્ફી જાવેદ સ્ટાઇલ ગોલ આપતી રહે છે.
જો ફેશનના નામે કોઇ પોતાના ફોટામાંથી બનેલો ડ્રેસ તૈયાર કરી લે તો તમે તે અંગે શું કહેશો. ઉર્ફી જાવેદ આ કામ પણ કરી ચૂકી છે. જ્યારે ઉર્ફી જાવેદે પોતાના શરીર પર પોતાની તસવીરો લગાવી તો લોકોએ સોશિયલ મીડિયા પર ખૂબ રિએક્ટ કર્યું હતું. (ફોટો- સોશિયલ મીડિયા)