Urfi Javed: ખરાબમાં ખરાબ સમય જોઈ ચૂકી છે ઉર્ફી જાવેદ, કોલ સેન્ટરમાં કામ કરીને આવી રીતે બની એક્ટ્રેસ

Fri, 27 May 2022-4:05 pm,

ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયામાં મોટુ નામ છે. જેમ તે ઘરની બહાર નીકળે છે, તે ખબર બની જાય છે. તેના ઘરની બહાર 24 કલાક કેમેરામેન ઉભા હોય છે. અત્યંત સ્ટાઈલિશ ઉર્ફી પોતાના ડ્રેસિંગ સેન્સને લઈને સૌથી વધુ ચર્ચામાં રહે છે. 

પરંતુ તેની લખનઉથી લઈને મુંબઈ સુધીની સફર જેટલી ધારો છો એટલી સફળ ન રહી. માત્ર 17 વર્ષની ઉર્ફી હતી, જ્યારે ઉર્ફી અને તેની બહેનોએ માતાપિતાનુ ઘર છોડ્યુ હતું. તે પોતાની જિંદગીને પોતાની રીતે જીવવા માંગતી હતી. 

ઘર તો છોડી દીધુ હતું, પરંતુ જીવવુ કેવી રીતે. ઉર્ફીએ લખનઉમાં અલગ રહીને બાળકોને શીખવાડવાનુ શરૂ કર્યું. પરંતુ તેને કંઈક અલગ કરવુ હતુ, તેથી તેણે લખનઉથી બહાર નીકળવાનુ નક્કી કર્યું. 

જેથી ઉર્ફી લખનઉથી નીકળીને દિલ્હી પહોંચી. તેણે અહી કોલ સેન્ટરમાં કામ કરવાનુ શરૂ કર્યું. આ કામ તેની મરજીનુ તો ન હતું, પણ રૂપયિા માટે આ નોકરી કરવી જરૂરી હતી. 

તે બાળપણથી જ એક્ટ્રેસ બનવા માંગતી હતી, તેથી થોડા રૂપિયા ભેગા કર્યા બાદ તે મુંબઈ શિફ્ટ થઈ ગઈ. તેના બાદથી તેની સ્ટ્રગલ શરૂ થઈ. એક દિવસમાં તે 10-10 ઓડિશન આપતી હતી, પંરતુ આ ઓડિશનથી તેને માલૂમ પડ્યુ કે, તે એક્ટિંગમા માહેર નથી.

તેના બાદ ઉર્ફીએ એક્ટિંગ ક્લાસ કર્યા અને પોતાને ઈન્ડસ્ટ્રીના કાબેલ બનાવ્યા. મુંબઈમા રહેવુ સરળ ન હતું, રૂપિયા માટે તેણે નાના નાના રોલ કરવાનુ શરૂ કર્યું. તે અનેક સીરિયલમાં નાના પાત્રમાં પણ જોવા મળી. પરંતુ તેની જિંદગી બિગબોસ ઓટીટી પ્લેટફોર્મે બદલી, તેના બાદથી તેની સફર આપણી સામે છે.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link