કોણ છે ગુજરાતી કોરિયોગ્રાફર ઉર્વશી ચૌહાણ? ફિલ્મ `પુષ્પા`માં અલ્લૂ અર્જુનને શીખવાડ્યા છે `લટકા મટકા`

Fri, 27 Dec 2024-2:13 pm,

અલ્લૂ અર્જુન અને રશ્મિકા મંદાનાની 'ફિલ્મ પુષ્પા 2; ધ રૂલ' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પરંતુ શું તમને ખબર છે કે પુષ્પા 1 અને પુષ્પા 2 ફિલ્મમાં અલ્લુ અર્જુનને ડાન્સ શીખવાડનાર યુવતી મૂળ ગુજરાતની છે. 

જી હા... સાંભળીને તમારી છાતી ફૂલાઈ ગઈ ને... પરંતુ આ હકીકત છે. અલ્લુ અર્જુનને ડાંસ શીખવાડનાર છોકરી મૂળ ગુજરાતી છે અને તે ભાવનગરની વતની છે. જેનું નામ ઉર્વશી ચૌહાણ છે, પરંતુ તે સોશિયલ મીડિયામાં 'ઉર્વશી અપસરા'થી ઓળખાય છે

અલ્લુ અર્જુનને ડાંસ શીખવાડનાર ઉર્વશી ચૌહાણ મૂળ ભાવનગરના મહુવાની છે. જેણે ગુજરાતનું ગૌરવ વધારી દીધું છે. ઉર્વશી ચૌહાણ પુષ્પા સીરિઝની ફિલ્મના સોન્ગ ‘ઉ અંટવા’ અને ‘કિસિક’ ગીતની આસિસટન્ટ કોરિયોગ્રાફર છે, જેમાં તેણે અલ્લૂ અર્જુનને ડાન્સ શીખવાડ્યો છે.  

ઉર્વશી ચૌહાણ મૂળ ભાવનગરના મહુવાની છે, પરંતુ તેણે ફિલ્મ ઈન્ડરસ્ટ્રીમાં કામ કરતી હોવાથી તે હાલ મુંબઈમાં રહે છે. ઉર્વશી છેલ્લા 7 વર્ષથી આ ઈન્ડરસ્ટ્રીમાં કામ કરે છે.

અલ્લુ અર્જુનને ડાંસ શીખવાડનાર ઉર્વશી ચૌહાણે અનેક ફિલ્મોમાં કોરિયાગ્રાફ કર્યું છે. તેના કરિયરની વાત કરીએ તો ઉર્વશી ચૌહાણે અલગ અલગ ફિલ્મો, એડ્સ, આલ્બમોના નિર્દેશન તેમજ કોરિયોગ્રાફી કરી છે. ઉર્વશી હંમેશાં ટેકનિકલી કેમેરા પાછળ કામ કર્યુ છે. અલ્લૂ અર્જુને પણ ઉર્વશીના ટેલેન્ટની પ્રશંશા કરી હતી.

ઉર્વશી ચૌહાણ ત્રણ પેઢીથી મુંબઈમાં રહે છે. તેના પિતા જીતુભાઈ ચૌહાણ  મુંબઈમાં ઓટોમોબાઈલ બિઝનેસ સાથે સંકળાયેલા છે.

ઉર્વશીએ પોતાના ઈન્ટરવ્યૂમાં જણાવે છે કે હવે તેણે એક્ટર તરીકે આ ઈન્ડરસ્ટ્રીમાં આગળ વધવું છે અને તેના માટે તે કોશિશ કરી રહી છે. 

તે જણાવે છે કે ફિલ્મ ઈન્ડરસ્ટ્રીઝમાં રોજ નવા નવા કલાકારો, મોટા વ્યક્તિઓને મળીને ઘણું શીખી છે. તેણે ઉમેર્યું હતું કે ગુજરાતી સંસ્કૃતિમાં એક દીકરી તરીકે ડાન્સમાં જવું ખુબ પડકારરૂપ હોય છે, પરંતુ મારા પરિવારમાંથી મને સંપૂર્ણ સહયોગ મળ્યો છે.

ફિલ્મના ટ્રેલરથી લઈને ફિલ્મના ગીતોએ ભારે ધૂમ મચાવી છે. હવે સવાલ એ છે કે શું 'પુષ્પાઃ ધ રૂલ' વર્ષ 2021માં રિલીઝ થયેલી 'પુષ્પાઃ ધ રાઇઝ'ને ટક્કર આપી શકશે? જો તમારા મનમાં પણ આ સવાલ છે કે ફિલ્મ કેવી છે, તો અમે તમારા માટે ફિલ્મનો પહેલો રિવ્યૂ લઈને આવ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, અલ્લુ અર્જુન, રશ્મિકા મન્દાનાની ફિલ્મ પુષ્પા ટુ ધ રુલ ભારતમાં જ નહીં દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. 

5 ડિસેમ્બરે સિનેમા ઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ કમાણીના રેકોર્ડ તોડી રહી છે. બોક્સ ઓફિસ પર રિલીઝ થયા ના બે અઠવાડિયામાં જ ફિલ્મની કમાણી ભારતમાં 1000 કરોડથી વધારે અને દુનિયાભરમાં 1500 કરોડથી વધારે થઈ ચૂકી છે. 

મોટી સંખ્યામાં ચાહકો સિનેમા ઘરમાં આ ફિલ્મ જોવા ઉમટી રહ્યા છે. જોકે તેમ છતાં કેટલાક લોકો એવા છે જે આ ફિલ્મમાં ઘરમાં જોઈ શક્યા નથી. આવા લોકોમાં સૌથી વધુ લોકો એ હોય છે કે ફિલ્મ સિનેમા ઘરને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર જોવાનું પસંદ કરે છે. 

મોટાભાગે ફિલ્મ રિલીઝ થયાના થોડા જ દિવસોમાં ઓટીટી પ્લેટફોર્મ પર તે રિલીઝ થઈ જતી હોય છે. તેથી પુષ્પા 2 ને લઈને પણ લોકોમાં આતુરતા છે કે આ ફિલ્મ ઓટીટી પર ક્યારે રિલીઝ થશે ? ફિલ્મની ઓટીટી રિલીઝને લઈને અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી હતી જેના પર ફિલ્મ  મેકર્સે પૂર્ણવિરામ મૂકી દીધું છે. 

ફિલ્મ મેકર્સ તરફથી પુષ્પા 2 ના ઓટીટી રીલીઝને લઈને મોટો ખુલાસો કરી દેવામાં આવ્યો છે. ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી કે 9 જાન્યુઆરી 2025 ના રોજ પુષ્પા ફિલ્મ ઓટીટી પર સ્ટ્રીમ થઈ જશે. પરંતુ ફિલ્મ મેકર્સે આ વાતને નકારી છે અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. 

પુષ્પા 2 ફિલ્મના પ્રોડક્શન હાઉસ તરફથી આધિકારીક એક્સ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ફિલ્મ 56 દિવસ સુધી કોઈ જ ઓટીટી પર ઉપલબ્ધ નહીં હોય. પુષ્પા 2 ફિલ્મ હાલ સિનેમા ઘરોમાં જ જોઈ શકાશે. 56 દિવસ સુધી ફિલ્મ કોઈપણ ઓટીટી પ્લેટફોર્મ પર જોવા નહીં મળે. 

સુકુમારના ડાયરેક્શનમાં બનેલી પુષ્પા 2 ફિલ્મ 2021 માં આવેલી પુષ્પા ધ રાઇઝ ફિલ્મની સિક્વલ છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન ફરી એક વખત પુષ્પ રાજ અને રશ્મિકા શ્રીવલ્લીના પાત્રમાં જોવા મળે છે. 

પુષ્પા 2 ફિલ્મ અલગ અલગ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે જેમાં સૌથી વધુ કમાણી હિન્દી વર્ઝનમાં થઈ રહી છે. પુષ્પા 2  ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણી 1500 કરોડથી વધારેની હોવાનું સામે આવ્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link