આ ફંકશનમાં 15 મિનિટના આટલા કરોડ રૂપિયા લેશે ઉર્વશી રૌતેલા

Wed, 30 Dec 2020-8:31 pm,

જોકે નવા વર્ષના અવસર પર મોટા મોટા સેલેબ્સને ફંક્શનમાં પરફોર્મ કરવા માટે બોલાવવામાં આવે છે. આ પ્રકારે પોગ્રામોમાં જવા માટે સેલેબ્સ ફી વસૂલે છે. તાજેતરમાં ઉર્વશી રૌતેલાને ફંકશનમાં બોલાવવામાં આવી છે. જેના માટે તે કરોડો રૂપિયામાં ફી વસૂલશે. 

મોટાભાગના બોલીવુડ આવા પ્રોગ્રામમાં ફક્ત 25 થી 50 લાખ રૂપિયા વસૂલે છે પરંતુ બીજી તરફ ઉર્વશી રૌતેલાએ એક પ્રોગ્રામ માટે અનેક ગણી ફી વસૂલે છે. 

સમાચારોનું માનીએ તો ઉર્વશી રૌતેલા પ્લાઝો વર્સાચેમાં એક નવા વર્ષના ફંકશનમાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે કલાકાર આ ઇવેંટમાં 15 મિનિટ સામેલ થવા માટે 4 કરોડ રૂપિયા વસૂલ કરશે. 

રિપોર્ટ અનુસાર એટલી મોટી રકમ આજ સુધી પણ કોઇપણ બોલીવુડ કલાકારને મળી નથી. પરંતુ ઉર્વશી રૌતેલાની ફી વિશે જે પણ જાણી રહ્યું છે તે આશ્વર્યમાં પામી રહ્યું છે. 

ઉર્વશી રૌતેલા પોતાના ડાન્સિંગના લીધે ખૂબ ચર્ચામાં છે. તેમનો ગ્લેમરસ અવતાર પણ દરેક વખતે ટ્રેંડ કરાવી દે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link