Corona ના લીધે આવ્યો Work From Home નો ટ્રેન્ડ, આ Tips થી રોકેટ જેવી થઈ જશે તમારા WIFI ની સ્પીડ

Wed, 21 Apr 2021-4:19 pm,

કોરોનાકાળમાં હવે દરેકને વર્ક ફ્રોમ હોમની પ્રેક્ટિસ પડી ગઈ છે. વર્ક ફ્રોમ હોમના કારણે વાઈફાઈ રાઉટર આખો દિવસ ચાલુ જ રહે છે. જેને કારણે વાઈફાઈ ગરમ થઈ જાય છે. એવામાં કોશિશ કરો કે રાઉટર થોડીવાર માટે બંધ કરી દો. અને રાઉટર રિબૂટ કરી દો. આવું કરવાથી રાઉટર બરાબર કામ કરવા લાગશે અને ઈંટરનેટની સ્પીડ઼ પણ સારી આવશે.

સારા નેટવર્ક માટે તમારે રાઉટરને અપડેટ કરવું પણ જરૂરી છે. ઘણીવાર એવું પણ થાય છેકે, તમારું રાઉટર અપડેટ ન હોય એના કારણે સ્પીડ મળતી ન હોય. ઘણીવાર એવું પણ થાય છેકે, રાઉટરને અપડેટ કરવા માટે કોઈ ફર્મવેયર આવ્યું હોય છે પણ આપણે તેને ચેક કરતા નથી. જો આવું થયું હોય તો તમારે તુરંત જ તમારા ડિવાઈસને અપડેટ કરવું જોઈએ. આવું કરવાથી તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે.

સારા નેટવર્ક માટે એ વાત ખુબ જરૂરી છેકે, રાઉટર તમે તમારા ઘરમાં ક્યાં રાખ્યું છે. તમારે પોતાના ઘરમાં રાઉટર એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં સૌથી વધારે સિગ્નલ મળતું હોય. વાઈફાઈમાં સિગ્નલ ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન તરીકે આવે છે. આ સિગ્નલને કેટલાંક ઓબ્જેક્ટ બ્લોક કરી દે છે. અને કેટલાંક તેને પાસ કરી દે છે. 

તમે ઘર પર જે વાઈફાઈનો ઉપયોગ કરો છો તેમાં ચકાશો કે શું તેમાં એક્સટર્નલ એન્ટીના આપેલું છેકે, નહીં. સારા સિંગ્નલ માટે તમે એક એક્સ્ટ્રા એન્ટીના લઈને પણ લગાવી શકો છો. ઘણી બધી કંપનીઓ એક્સટર્નલ એન્ટીના અલગથી પણ વેચે છે. જે દિશામાં રાઉટરનું એન્ટીના હોય છે, એ દિશામાં જ વધારે સિંગ્નલ આવતા રહે છે.

 

જો તમારે તમારા લેપટોપમાં તેજ સ્પીડ જોઈતી હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખો. જે ડિવાઈસીસ પર ઈંટરનેટનું હાલ કામ ન હોય તેમનું વાઈફાઈ ઓફ કરી દો. આ રીતે આપણે ઓછા ડિવાઈસીસ પર બેંડવિદ કંજમ્પશન થવાના કારણે વાઈફાઈની સ્પીડ વધી જશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link