IPS Vrinda Shukla: જેના નામથી ભલભલા બાહુબલી પણ હચમચી જતા એવા તેજ IPS વૃંદા શુક્લા વિશે ખાસ જાણો

Sat, 25 Nov 2023-8:44 am,

ઉત્તર પ્રદેશના એક મહિલા આઈપીએસ વૃંદા શુક્લા આજકાલ ચર્ચાના કેન્દ્રમાં છે. હકીકતમાં ગત દિવસોમાં એસપી વૃંદા શુક્લાએ ચિત્રકૂટ જેલમાં રેડ મારી અને ત્યારબાદ મુખ્તાર અંસારીની વહુ નિકહત અંસારીની ધરપકડ કરવામાં આવી. આ મામલે અત્યાર સુધીમાં જેલના તમામ ઓફિસરો, કર્મીઓ પર કાર્યવાહી  થઈ ચૂકી છે.   

રેડ બાદ તપાસમાં જાણવા મળ્યું કે ગેરકાયદેસર ગતિવિધિઓમાં જેલ અધીક્ષક અશોકુમાર સાગર, જેલર સંતોષકુમાર અને વોર્ડર જગમોહન સિંહની મુખ્ય ભૂમિકા રહી છે. 

રેડ બાદ અબ્બાસ અંસારીની જેલ બદલીને તેને કાસગંજ જેલમાં મોકલવામાં આવ્યો. જ્યારે નિહકતની ધરપકડ કરવામાં આવી. 

હરિયાણાથી પુના થઈને લંડનમાં અભ્યાસ આઈપીએસ વૃંદા શુક્લા મૂળ હરિયાણાના પંચકૂલાના રહીશ છે. તેમનો પ્રાથમિક અભ્યાસ અહીં થયો હતો. ત્યારબાદ તેમણે પુનાની મહિન્દ્રા યુનાઈટેડ વર્લ્ડ કોલેજ ઓફ ઈન્ડિયાથી ગ્રેજ્યુએશન કર્યું. 

ગ્રેજ્યુએશન બાદ વૃંદા શુક્લા લંડન ગયા જ્યાં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ સોશિયલ સાયન્સમાં તેમણે અભ્યાસ  કર્યો. 

અભ્યાસ બાદ વૃંદા અમેરિકાની એક પ્રાઈવેટ ફર્મમાં નોકરી કરવા લાગ્યા. આ દરમિયાન તેમણે સિવિલ સર્વિસીઝની તૈયારીઓ કરી અને બીજા પ્રયત્નમાં જ 2014માં તેઓ આઈપીએસ બની ગયા. તેમને નાગાલેન્ડ કેડર મળી અને ત્યારબાદ તેઓ યુપી આવી ગયા. 

રસપ્રદ વાત એ છે કે વૃંદા શુક્લાના પતિ અંકુર અગ્રવાલ પણ યુપી કેડરના આપીએસ છે. બંનેએ સાથે શાળાનો અભ્યાસ કર્યો હતો. અંબાલામાં બંને પાડોશી હતા. એટલું જ નહીં સિવિલ સર્વિસિઝની તૈયારી પણ તેમણે સાથે કરી અને વૃંદા 2014માં જ્યારે અંકુર 2016માં આઈપીએસ બન્યા. 

અંકુર અગ્રવાલ હાલ ચંદૌલી જિલ્લાના એસપી છે. રસપ્રદ વાત એ છે કે નોઈડા પોસ્ટિંગ દરમિયાન વૃંદા તેમના પતિ અંકુરના બોસ રહી ચૂક્યા છે. 

થોડા વર્ષો પહેલા વૃંદા શુક્લાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક તસવીર શેર કરી હતી જેમાં તેઓ અને અભિનેત્રી પરિણીતી ચોપડા એક સાથે જોવા મળી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે એક શાળા પ્લેમાં બંને સાથે હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link