ઉત્તરાખંડ બસ અકસ્માતના દ્રશ્યો ઉભા કરી દેશે રૂવાડાં, PHOTOમાં જુઓ શ્વાસ થંભાવી દે તેવો ઘટનાક્રમ

Sun, 20 Aug 2023-9:15 pm,

ઉત્તરાખંડમાં ગુજરાતીઓને એક મોટો અકસ્માત નડ્યો છે. જેમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, 19 મુસાફરોને બચાવી લેવાયા છે. જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. 

આ ઘટના અંગે જાણવા મળી રહ્યું છે ગંગોત્રી નેશનલ હાઈવે પર એક મોટો અકસ્માત થયો છે. આ બસમાં 35 લોકો સવાર હતા. જેમાં 27 લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક મુસાફર ગુમ છે.

ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુજરાતીઓને નડેલા બસ અકસ્માતમાં સવાર 31 યાત્રાળુઓ ભાવનગરના હોવાનું સામે આવ્યું છે. જ્યારે બસમાં સવાર 3 યત્રાળુઓ સુરતના હતા. આ તમામ યાત્રાળુઓ 15 ઓગસ્ટે ભાવનગરથી યાત્રાએ નીકળ્યા હતા.   

16 ઓગસ્ટે દિલ્લીથી યાત્રાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આજે ગંગોત્રી નેશનલ હાઈવે પર બપોરે 3 વાગ્યાની આસપાસ ડ્રાઈવરની ભૂલના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 ગુજરાતીઓનાં મૃત્યુ થયા છે. આ ઉપરાંત ઉત્તરાખંડ SDRFએ 27 લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા છે.   

તેમજ વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. ઉત્તરકાશીના ડીએમ અને એસપીએ માહિતી આપી હતી કે બસ નંબર UK07PA-8585 100 મીટર ઊંડી ખીણમાં પડી હતી. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.  

આ ઘટના વિશે જાણવા મળી રહ્યું છે કે, ઉત્તરકાશી ગંગોત્રી નેશનલ હાઈ-વેના ગંગનાની પાસે બપોરે લગભગ 3:00 વાગ્યે પેસેન્જર બસ ખીણમાં ખાબકી હતી. પ્રાથમિક માહિતી અનુસાર પેસેન્જર બસમાં 35 મુસાફરો હોવાનું કહેવાય છે.

ઘટનાની જાણ કરવામાં આવતા એસડીઆરએફે સ્થાનિક લોકોની મદદથી 19 ઘાયલ મુસાફરોને તરત જ બચાવી લીધા છે. જ્યારે આ ઘટનામાં 6 યાત્રાળુઓના મોત થયાનું જણાવવામાં આવી રહ્યું છે, હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે, પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજિસ્ટ્રેટ ઘટનાસ્થળે હાજર છે. તમામ મુસાફરો ગુજરાતના રહેવાસી હોવાનું કહેવાય છે. મુસાફર બસ ગંગોત્રીથી મુસાફરી કરીને પરત ફરી રહી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link