જકાસ..અદભૂત `સિક્રેટ` હિલ સ્ટેશન છે આ, રાજા હિન્દુસ્તાની ફિલ્મનું પણ શુટિંગ અહીં થયું હતું, જુઓ Photos

Wed, 25 Dec 2024-1:38 pm,

બોલીવુડની એક સુપરહિટ ફિલ્મ છે રાજા હિન્દુસ્તાની. જેમાં આમીર ખાન અને કરિશ્મા કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તમને અનેક રમણીય અને મનને ટાઢક આપે તેવા કુદરતી દ્રશ્યો પણ જોવા મળ્યા હશે. ત્યારે ચોક્કસ મનમાં એમ થાય  કે આખરે આ કઈ જગ્યા હશે.  રાજા હિન્દુસ્તાની ફિલ્મના અમુક દ્રશ્યોનું શુટિંગ એક સીક્રેટ જેવા હિલ સ્ટેશન પર ફિલ્માવવામાં આવેલા છે. આ હિલ સ્ટેશન એટલું બધુ સુંદર અને અદભૂત છે કે ત્યાં જઈને તમે તમારા બધા જ ટેન્શન ભૂલી જાઓ. જો તમને ફરવાનો શોખ હોય અને હજુ સુધી આ હિલ સ્ટેશન ન જોયું હોય તો ખાસ જોજો.

ઉત્તર ભારતમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં આમ તો ઘણા બધા અદભૂત હિલ સ્ટેશન આવેલા છે પરંતુ આ જે હિલ સ્ટેશન છે તે એકદમ સીક્રેટ જેવું છે. એટલે કે બહું જ છૂપું રૂસ્તમ હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશન પોતાની સુંદરતા અને જબરદસ્ત નજારા માટે પ્રખ્યાત છે. અહીં અમે જેની વાત કરી રહ્યા છે તેનું નામ છે રાનીખેત. નજીક રહેતા લોકો તો રાનીખેત વિશે ખબર હોય પરંતુ દૂરના લોકોને તો મનાલી, સિમલા, નૈનીતાલ જેવા હિલ સ્ટેશનો જ દેખાતા હોય છે. પરંતુ જો તમે પણ પહાડોના શોખીન હોવ તો આ હિલ સ્ટેશનની મુલાકાત ચોક્કસ લેવા જેવી છે. રાનીખેતમાં ફિલ્મોનું શુટિંગ થતું રહે છે. વર્ષો પહેલા આવેલી સુપરહીટ ફિલ્મ રાજા હિન્દુસ્તાનીના કેટલાક દ્રશ્યોનું પણ આ હિલ સ્ટેશન પર શુટિંગ થયું હતું.   

ઉત્તરાખંડનું આ હિલ સ્ટેશન કુદરતી સૌંદર્યથી ભરપૂર છે અને પર્યટકો માટે ઘણું બધુ છે. અહીં તમને અનેક પ્રકારના બગીચા, મંદિરો અને મ્યૂઝિયમ જોવા મળી રહેશે આ સાથે રાનીખેત જોવા માટે ઉત્તમ આકર્ષણ છે. તેના લોકપ્રિય આકર્ષણોમાં 400 વર્ષ જૂનો ઝૂલો અને કાળીમાતાનું મંદિર પણ છે. 

રાનીખેત હિલ સ્ટેશન અનેક પ્રકારની એડવેન્ચર એક્ટિવિટીથી ભરપૂર છે. અહીં આવેલા આશિયાના પાર્કમાં ફરીને તમારું મન ખુશ થઈ જશે. અહીં ગોલ્ફ કોર્સ પણ છે જે એશિયાનું સૌથી ઊંચુ ગોલ્ફકોર્સ છે. જે રાનીખેતના મુખ્ય આકર્ષણોમાં આવે છે. 

રાનીખેતમાં આવેલું રાનીખેત ગોલ્ફ કોર્સ 9 હોલનું કોર્સ છે. આ ગોલ્ફ કોર્સ કુમાઉ હિમાલયમાં ઊંચાઈ પર આવેલું છે. અહીંથી ખુબસુરત લીલા ઘાસના મેદાનોનો રમણીય નજારો જોવા મળે છે. અહીં અનેક ફિલ્મોનું શુટિંગ થયેલું છે. જેમાં આમિર ખાન અને કરિશ્મા કપૂરની ફિલ્મ રાજા હિન્દુસ્તાની પણ આવે છે. IMDB મુજબ રાજા હિન્દુસ્તાની ઉપરાંત કટિ પતંગ, પ્યાર કી ધૂન, અકડ વગેરે ફિલ્મોનું પણ અહીં શુટિંગ થયું હતું. 

નવી દિલ્હીથી રાનીખેત જવા માટે સૌથી સારો રસ્તો રામપુર સુધી ટ્રેન છે. ત્યારબાદ રાનીખેત સુધી ટેક્સી છે. જેમાં 6 કલાક જેવું થાય છે. નવી દિલ્હીથી રાનીખેત જવા માટે બીજો રસ્તો રાનીખેત સુધી ટેક્સી છે અને તેમાં 8 કલાક અને 15 મિનિટ જેવું થાય છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link