Uttarkashi Tunnel Update: અંતિમ ઓવરમાં `ઓપરેશન જિંદગી`, મજૂરોને લાવવા NDRFની ટીમ દાખલ, મોડી રાત્રે થઈ શકે છે બચાવ
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાની નિર્માણાધીન સિલક્યારા સુરંગમાં છેલ્લા 11 દિવસથી 41 મજૂરો ફસાયા છે. તેને બહાર કાઢવાના અત્યાર સુધીના તમામ પ્રયાસોમાં મોટી સફળતા મળી નથી. પરંતુ હવે મજૂરો બહાર આવી શકે છે.
સુરંગમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે હવે સુરંગમાં ડ્રિલ કરવાનો એક મોટો પાઇપ અંદર નાખવામાં આવી રહ્યો છે. આ પાઇપ દ્વારા આજે મોડી રાત સુધી મજૂરોને બહાર કાઢવામાં આવી શકે છે.
સુરંગમાં નાખવામાં આવેલા એક પાઈપ દ્વારા ફસાયેલા મજૂરોને દવાઓ, ગરમ કપડા, ટૂથપેસ્ટ, સાબુ સહિત તમામ જરૂરી વસ્તુઓ સપ્લાય કરવામાં આવી રહી છે. આ સાથે પાઈપ દ્વારા ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે.
ઉત્તરકાશી જિલ્લામાં ચારધામ યાત્રા માર્ગ પર નિર્માણાધીન સિલક્યારા સુરંગનો એક ભાગ 12 નવેમ્બરે ધરાશાયી થઈ ગયો હતો. તેને કાટમાળને કારણે બહાર નિકળવાનો રસ્તો બ્લોક થઈ ગયો હતો, જેમાં 41 શ્રમિક અંદર ફસાઈ ગયા હતા.
સુરંગમાં પડેલા કાટમાળને કાઢવા માટે ઓગર બોરિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ 22 મીટર ડ્રિલ કર્યા બાદ તેણે વિઘ્નનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ શુક્રવારે ડ્રિલિંગનું કામ રોકી દેવામાં આવ્યું હતું.
ઉત્તરકાશીની સુરંગમાં ફસાયેલા મજૂરોને આજે રાત્રે બહાર કાઢી શકાય છે. તેને જોતા ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી ઉત્તરકાશી પહોંચી ગયા છે. શ્રમિકોનું રેસ્ક્યૂ થયા બાદ તેમને હોસ્પિટલ લઈ જવાશે, જ્યાં પર મુખ્યમંત્રી ધામી તેની સાથે મુલાકાત કરશે.
સુરંગમાં ફસાયેલા 41 મજૂરોમાંથી 15 ઝારખંડના રહેવાસી છે. તેને સુરક્ષિત રીતે રાજ્યમાં લઈ જવા માટે ઝારખંડ સરકારના અધિકારીઓની એક ટીમ ઉત્તરકાશી મોકલવામાં આવી છે. મજૂરોને ટનલમાંથી બહાર કઢાતા દેહરાદૂનથી પ્લેનમાં રાંચી લઈ જવામાં આવશે.