વડોદરામાં પૂરના પાણીએ સર્જેલી તબાહીની 20 નવી તસવીરો, હિંમત હોય તો જ જોજો!
વડોદરામાં પૂર વચ્ચે આર્મી મદદે આવી છે. સયાજીગંજ વિસ્તારમા આર્મીનુ રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે. વડોદરામાં રેસ્ક્યુ કામગીરી માટે સેનાની વધુ 3 કોલમ તથા NDRF-SDRFની વધુ 1-1 ટીમ ફાળવાઈ...સેનાની કુલ 7, NDRFની 5 અને SDRFની 6 ટીમો છે તૈનાત...વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતત કરી રહી છે રાહત અને બચાવ કામગીરી...
વડોદરાની સ્થિતિને ધ્યાનમાં રાખીને બે પ્રાંત અધિકારીને વડોદરામાં મૂકવામાં આવ્યા છે. ઈડર, સાબરકાંઠાના પ્રાંત અધિકારી મંયકકુમાર પટેલ અને કડી, મહેસાણાના પ્રાંત અધિકારી આશિષ મિયાત્રાને વડોદરા જિલ્લા કલેકટર હસ્ત મુકવામાં આવ્યા.
વિશ્વામિત્રી નદીની સપાટીમાં થયો ઘટાડો વિશ્વામિત્રી નદીની સપાટીમાં ક્રમશઃ ઘટાડો થઇ રહ્યો છે. સમા રોડ, વુડા સર્કલ, ફતેગંજ , સયાજીગંજ કાલાઘોડા સહિતના વિસ્તારોમાં કાલની સરખામણીએ સ્થિતિ સુધરી છે. પાણી ઉતારતા ખુશી પણ તે બાદના દ્રશ્યોને લઈને દુઃખના લાગણીસભર દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. પાણી ઓસર્યા બાદ પારાવાર નુકશાનીના દ્રશ્યો સામે આવવાની શરૂઆત થઈ. પૂરના પાણીમાં તણાઈ આવેલા વાહનોનો ઢગલો દ્રશ્યમાન થયો. સમા વિસ્તારની દુકાનોમાં ગઈકાલે 8 ફૂટથી વધારે પાણી હતા. પાણી ઉતરતા દુકાનોમાં થયેલું નુકશાન સામે આવ્યું. મધ્યમવર્ગીય પરિવારની કરીયાણાની દુકાન સંપૂર્ણ નષ્ટ થઈ. પરિવારના નાના બાળકોથી લઇ વૃદ્ધ સુધીના સભ્યો બચેલો સમાન એકઠો કરવામાં લાગ્યા. નાની બાળકીઓ પણ પરિવારની મદદે આવતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા. પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું એ મોટો પ્રશ્ન છે. પાણી ઉતાર્યા બાદ પણ તંત્રમાંથી કોઈ મદદ નથી મળી, કોઈ જોવા પણ નથી આવ્યું તેવું લોકોનું કહેવુ છે.
વડોદરા કામનાથ નગર નરહરી હોસ્પિટલ રોડ મગર 15 ફૂટ રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લાયા છે કામનાથ નગર ઘરમાં પાણી ઉતરતા મગર આવી ચઢ્યો હતો. મગર 15 ફૂટનો છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને એનજીઓ સાથે મળીને રેસ્ક્યૂ કરાયું.
ગુજરાત કોંગ્રેસનુ પ્રતિનિધિ મંડળ વડોદરાની મુલાકાતે... અમિત ચાવડાની આગેવાનીમાં નેતાઓ વડોદરાના પુર ગ્રસ્ત વિસ્તારની લેશે મુલાકાત... કોંગ્રેસ કાર્યાલય ખાતે એકઠા થઈ પુર પ્રભાવિત વિસ્તારની લેશે મુલાકાત
કરજણ તાલુકાના પિંગલવાળા ગામે ઢાઢર નદીના પૂરને લઈ 300 કુટુંબોનું સ્થળતાંર કરાયું છે. ગામમાં આવેલ બસ સ્ટેન્ડ પાસેની નવી નગરી અને ગામ પાછળ આવેલ નવી નગરીમાંથી લોકોનું સ્થળાંતર કરાયું. સ્થળાંતર કરેલ લોકોને અણસ્તુ જૈન મન્દિર અને સરકારી સ્કૂલ ખાતે શિફ્ટ કરાયા. બીજી તરફ ઢાઢર નદી કિનારાના ગામો પૂર ના પાણીને લઈ ખેતરો બેટમાં ફેરવાયા છે.
વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં થોડો ઘટાડો થયો છે. વિશ્વામિત્રી નદીની સપાટી 35.35 ફૂટથી ઘટીને 32.50 ફૂટ થઈ છે. અનેક વિસ્તારોમાંથી રાત્રિ દરમ્યાન પાણી ઓસર્યા. વુડા સર્કલ, ફતેગંજ , સયાજીગંજ સહિતના વિસ્તારોમાં કાલની સરખામણીએ સ્થિતિ સુધરી છે. પાણી ઉતારતા ખુશી પણ તે બાદના દ્રશ્યોને લઈને ગમનો માહોલ સર્જાયો છે. પાણી ઓસર્યા બાદ નુકશાનીના દ્રશ્યો સામે આવવાની શરૂઆત થઈ. વુડા સર્કલ નજીક મિલિટરી સ્ટેશનની દિવાલ ધરાશાયી થઈ છે. નદીથી ગણતરીના ફૂટે આવેલા સૈન્ય મથકની વિશાળ દિવાલ તૂટી ગઈ છે. વડોદરા પાણી ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી મદદ કરવાની શરૂઆત કરવામાં આવી. હરણી વિસ્તાર હેલિકોપ્ટરથી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી. સવારથી હરણી વિસ્તારના ફ્લેટ પર પાણી અને ખોરાક આપવામાં આવ્યા.
વડોદરામાં પૂર સમયે સામાજિક સંસ્થાઓ અને યુવાનો વ્હારે આવ્યા. પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકો ટ્રેક્ટર લઈને પાણી અને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યાઁ છે. ખાનપુર ગામમાં રહેતા પ્રિતેશ પટેલ અને તેમની યુવાનોની ટીમે સયાજી હોસ્પિટલમાં દર્દીઓને ભોજન આપ્યું. 10 કિલોમીટરનું અંતર 3 કલાકમાં કાપી સયાજી હોસ્પિટલ ભોજન લઈને તેમની ટીમ મદદે પહોંચી હતી. સર્જિકલ વોર્ડમાં દાખલ 350 દર્દીઓને ભોજન ખવડાવ્યુ. પૂરમાં ફસાયેલા લોકોને એક સ્થળેથી બીજા સલામત સ્થળે પણ ખસેડ્યા. તો ભારતીય સેનાની મરાઠા રેજીમેન્ટ દ્વારા પાણીમાં ફસાયેલા અંદાજે ૫૦ સ્થાનિકોનું બોટ દ્વારા સલામત રેસ્કયુ કરાયું. વડોદરાના કેદારેશ્વર મંદિર, કિર્તી મંદિર અને સયાજીગંજ ખાતે રેસ્ક્યૂ કરાયા. સ્થાનિકો દ્વારા ભારતીય સેનાની કામગીરી બિરદાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા.
શહેરના કમાટીપૂરા વિસ્તારમાં આવેલ તાજ બુરહાની બિલ્ડિંગમાં રહેતા એક વૃદ્ધ અચાનક પડી ગયા હતા. તેમના હાથ અને પગમાં ગંભીર ઈજાઓ સાથે ફ્રેકચર થતા તમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સ્થાનિક લોકોને તંત્ર તરફથી કોઈ મદદ ન મળતા છેવટે સ્થાનિક યુવકોએ જાતે જ આ દર્દીને 12 ફૂટ પાણીમાંથી રેસ્ક્યુ કરવાનો નિર્ણય કર્યો હતો.
વડોદરા કામનાથ નગર નરહરી હોસ્પિટલ રોડ મગર 15 ફૂટ રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લાયા છે કામનાથ નગર ઘરમાં પાણી ઉતરતા મગર આવી ચઢ્યો હતો. મગર 15 ફૂટનો છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને એનજીઓ સાથે મળીને રેસ્ક્યૂ કરાયું.
વડોદરાના પાદરામાં ઢાઢર નદીના પાણી ઘુસ્યા.., કોઠવાળા ગામમાં ચારે તરફ ફરી વળ્યું પાણી.. તો હુસેપુર ગામ પણ પાણીમાં ગરકાવ.. કોઠવાળા ગામમાં પાણીમાં ફસાયેલા લોકોને હાલાકી.. હજુ સુધી તંત્ર નથી પહોંચ્યું..
વડોદરાની વિશ્વામિત્રી નદીના પાણી ઓસરતા મગરો બહાર આવ્યા.., અવસર પાર્ટીપ્લોટ સામે મહાકાય મગર રોડ પર આવી ગયો.. 10 ફૂટ લાંબા મગરનું રેસ્કયુ કરી સલામત સ્થળે છોડી મુક્યો..
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી હોસ્પિટલમાં ફરી વળ્યાં... SSG હોસ્પિટલમાં કમર સુધીના પાણી ભરાયા... પ્રસુતિના દર્દીઓને ઉપરના માળે ખસેડવામાં આવ્યા...
વડોદરામાં વરસાદી માહોલ બાદ પાણીના દ્રશ્યો... હજુ પણ શહેરના અનેક વિસ્તારોમાંથી નથી ઓસર્યા પાણી... કડકબજાર માર્કેટ પાણીમાં ગરકાવ... સયાજીગંજ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યા પાણી...
વડોદરાના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ... કલાલીમાં હોસ્પિટલમાં પાણી ભરાયા... ICUમાંથી દર્દીઓનું કરાયું રેસ્ક્યૂ... ફાયરવિભાગે સ્ટ્રેચરમાં જ દર્દીઓનું કર્યું રેસ્ક્યૂ...
વડોદરામાં સમા પોલીસ સ્ટેશનના PI એમ.બી રાઠોડ નાગરિકોની વ્હારે આવ્યા... PI જાતે સોસાયટીમાં રેસ્ક્યૂ માટે પહોંચ્યા... સ્થાનિકોને બોટમાં બેસાડીને બહાર કાઢ્યા... JCBની મદદથી પણ કરાયું રેસ્ક્યૂ...