મોદીજીનું આ રૂપ જોઈને રહી જશો દંગ, ક્લિક કરો તો તસવીરોમાં દેખાશે જાદુ...
)
આ કલાકાર દ્વારા વિવિધ પ્રકારની શિલ્પકૃતિ બનાવવામાં આવી છે. તેઓ વિવિધ ભાષામાં લખાતાં ૐ, સંગીત વાદ્યો, શેષનાગ સાથે શિવલિંગ વિવિધ નામો અને કલાકાર પેન્સિલની કણ ઉપર પણ શિલ્પકૃતિ બનાવે છે.
)
જોકે ક્યારેક ચોક અને પેન્સિલ પર આખી પ્રતિમા તૈયાર થવાના અંતિમ ક્ષણે ચોક તૂટી જતા અને મહેનત પર પાણી ફરી વળતું પણ હોય છે. પરંતુ પોતાની હોબીને આગળ ધપાવવા પ્રયત્નશીલ રહેતા આ કલાકારને ચોક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શિલ્પ કૃતિ બનાવતાં 2 થી 2:30 કલાકનો સમય લાગ્યો હતો. ચોક અને પેન્સિલની કણ પર આર્ટ વકૅ એટલા માટે બનાવવામાં આવે છે કારણ કે એ વસ્તુ ખબ નાજુક હોય છે અને તેના પર આર્ટ વકૅ કરવું ખૂબ અઘરું હોય છે અને ચોક આર્ટ વકૅ કરવાથી તમારામાં એકાગ્રતાનો વિકાસ થતો હોય છે.
)
કિશન શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોરોનાનું સંક્રમણ ઓછું થયા બાદ રૂબરૂ મળી ચોક પર તૈયાર કરેલ શિલ્પ કૃતિ ભેટ આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે.