વડોદરાઃ વરસાદી આફતમાં ડૂબ્યું શહેર, જૂઓ રાહત-બચાવ કામગીરી અને પાણીની તસવીરો

Thu, 01 Aug 2019-8:48 pm,

NDRFની ટીમે બોટ સાથે સોસાયટીઓમાં પહોંચીને નાનાં બાળકો, વૃદ્ધો, અશક્તોને પાણીમાંથી સલામત સ્થળે ખસેડ્યા હતાં અને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું.   

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરોનો વસવાટ છે અને મગરો અવાર-નવાર શહેરમાં ઘુસી આવતા હોય છે. ભારે વરસાદના કારણે શહેરમાં ભરાયેલાં પાણીમાં મગરો તરતાં જોવા મળ્યા હતા.   

શહેરની બહાર ચારે-તરફ ઊભી થયેલી સોસાયટીઓમાં ચારથી પાંચ ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં હતાં. લોકોને ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલો પોતાનો સામાન ઊંચી જગ્યાએ ખસેડીને પ્રથમ માળે શરણ લેવી પડી હતી.   

વડોદરામાં ખાબકેલા 20 ઈંચ વરસાદના કારણે જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી નજરે ચડે છે.   

શહેરમાં રાહત-બચાવ કામગિરીમાં બુધવાર સાંજથી જ આવી પહોંચેલી NDRFની ટીમે વડોદરાવાસીઓને તો બચાવ્યા જ હતા, પરંતુ સાથે જ અબોલ પ્રાણીઓ કુતરાં, બકરાં વગેરેને પણ બોટમાં બેસાડીને સલામત સ્થળે ખસેડ્યા હતા. લોકોએ NDRFની આવી માનવતાભરી કામગીરીને બિરદાવી હતી. 

વડોદરામાં આવી પડેલી વરસાદી આફતમાં NDRFની ટીમ લોકો માટે દેવદૂત બની રહી હતી.   

NDRFની ટીમને એક સોસાયટીમાં ગર્ભવતી મહિલા અને નાના બાળકો ફસાયા હોવાની જાણ થતાં ટીમે સૌથી પહેલાં ત્યાં પહોંચીને તેમને બોટમાં બેસાડીને સલામત સ્થળે ખસેડ્યાં હતાં.   

વડોદરા શહેરમાં આવેલી રાજ્યના સૌથી મોટા ખાતરના પ્લાન્ટ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિ.માં પણ પાણી ઘુસી ગયાં હતાં. કંપનીના મુખ્ય પાવર પેનલના રૂમમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયાં હતાં.   

GSFCમાં પાણી ઘુસી જતાં બુધવારે પ્લાન્ટ બંધ રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કંપની રાજ્યની સૌથી મોટી ખાતર ઉત્પાદ છે અને રોજના હજારો ટન ખાતરનું ઉત્પાદન કરે છે.  

શહેરની 100થી વધુ સાસોયટીઓ બેટ બની ગઈ છે. લોકો ગોઠણસમા પાણીમાં જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ લેવા માટે બહાર નિકળ્યાં હતાં અને શહેરમાં પડેલા વરસાદની ચર્ચા કરતા જોવા મળ્યા હતા.   

શહેરમાં આવેલા સક્કરબાગ ઝુમાં પણ પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે ઝુના પિંજરામાં રહેલા પ્રાણીઓએ ઊંચાઈ ધરાવતી જગ્યાએ આશરો લીધો હતો.   

શહેરની બહાર આવેલી એક ગૌશાળામાં પણ પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે અહીં રહેલી ગાયો પાણીમાં ફસાઈ ગઈ હતી. 

વડોદરા શહેર મગરનું શહેર પણ કહેવાય છે. અહીં અનેક વખત મગર સોસાયટીઓમાં ઘુસી આવતા હોય છે. ભારે વરસાદને પગલે શહેરમાં ભરાયેલા પાણીમાં અનેક સ્થળે મગર તરતા જોવા મળ્યા હતા. એક જગ્યાએ આવા જ એક મગરનું રેસ્ક્યુ કરાયું હતું.   

ભારતીય સેનાએ હેલિકોપ્ટરમાં શહેરની પરિસ્થિતીનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ફોટામાં વડોદરા શહેરને જળમગ્ન થયેલું જોઈ શકે છે. વચ્ચેના ફોટામાં શહેરની વિશ્વામિત્રી નદી છે, જે અત્યારે બે કાંઠે વહી રહી છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link