Vaishali Thakkar Suicide: એક જેવી શરૂઆત અને એક જેવો અંત, જાણો સુશાંત સિંહ રાજપૂત અને વૈશાલી ઠક્કર વચ્ચેનું કનેક્શન

Sun, 16 Oct 2022-5:39 pm,

તમે જાણીને ચોંકી જશો પરંતુ સસુરાલ સિમર કા અને યહ રિશ્તા ક્યા કહલાતા હૈ જેવી ટોપ સીરિયલ્સમાં કામ કરી ચુકેલી અભિનેત્રી વૈશાલી ઠક્કર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મિત્ર હતી. 

વૈશાલી ઠક્કરે ઈન્દોરમાં પોતાના ઘર પર આપઘાત કરી લીધો. વિચારવા જેવી વાત છે કે તેના મિત્ર સુશાંત સિંહ રાજપૂતે પણ આ રીતે આપઘાત કરી પોતાનો જીવ આપી દીધો હતો. 

નોંધનીય છે કે શરૂઆતી તપાસ પ્રમાણે વૈશાલીએ પ્રેમના ચક્કરમાં આપઘાત કર્યો છે અને ફોટોમાં જે વ્યક્તિ છે, તેની સાથે વૈશાલીએ 2021માં સગાઈ કરી હતી. નોંધનીય છે કે કોવિડના સમયમાં લગ્ન થવાના હતા પરંતુ તે સમયે વૈશાલીએ પોસ્ટપોન કરી દીધા હતા. ત્યારબાદ આ વિશે કોઈ માહિતી સામે આવી નહીં. 

પોતાના એક જૂના ઈન્ટરવ્યૂમાં વૈશાલીએ સુશાાંતના મોતને હત્યા ગણાવી હતી અને જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેને રિયા ગુનેહાર લાગે છે તો તેણે કહ્યું હતું કે તેની પાછળ કોઈ એક વ્યક્તિ નથી અને રિયાને જરૂર બચાવવામાં આવી રહી છે. 

સુશાંત અને વૈશાલી, જે મિત્રો હતા, બંને નાના શહેરથી આવ્યા હતા. બંનેએ પોતાનું કરિયર ટીવીથી શરૂ કર્યું અને દુર્ભાગ્યવશ બંનેનો અંત એક જેવો હતો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link