Vakri Mangal Gochar 2022: 3 દિવસમાં પલટાઈ જશે આ લોકોનું ભાગ્ય, `મંગલ` આપશે ઝડપી પ્રગતિ, પૈસા!
વૃષભ રાશિઃ વેપાર વધારવા માટે સારો સમય છે. ભાઈનો સહયોગ મળશે. ઘરમાં માંગલિક આયોજન થઈ શકે છે. નોકરીમાં પરિવર્તન થવા, નવી નોકરી મળવાનો યોગ છે. ભેટ મળશે. જીવનમાં સુખ વધશે. લગ્ન જીવન સારૂ રહેશે.
તુલા રાશિઃ મંગળ ગોચર તુલા રાશિના જાતકોને વધુ લાભ આપશે. ધન લાભ થશે. નોકરીમાં પ્રમોશન મળવા અને પગાર વધવાના યોગ છે. તો કારોબારમાં નફો વધશે. વાણીના ક્ષેત્રમાં જોડાયેલા સક્રિય લોકો જેમ કે- શિક્ષક, માર્કેટિંગ પ્રોફેશનલ અને મીડિયાના લોકોને આ સમયે લાભ થશે.
વૃશ્ચિક રાશિઃ મંગળ ગોચર સાહસ, પરાક્રમ, આત્મવિશ્વાસ વધારશે. જીવનમાં સુખ-સુવિધાઓ વધશે. કામકાજમાં ફેરફાર થઈ શકે છે. લાભ મળશે. નોકરીમાં સારો સમય રહેશે.
કુંભ રાશિઃ મંગળ ગ્રહનો ગોચર કુંભ રાશિના જાતકોને શુભ ફળ આપશે. ધન-સંપત્તિ વધશે. નવું ઘર-જમીન ખરીદી શકો છો. જીવનમાં સુખ-સુવિધાઓ વધશે. માતાનો સહયોગ મળશે. પારિવારિક જીવનમાં ખુશી મળશે.
મકર રાશિઃ વક્રી મંગળનું રાશિ પરિવર્તન લવ લાઇફ અને કરિયરમાં લાભ આપશે. સિંગલ જાતકોને પાર્ટનર મળી શકે છે. કરિયરમાં નવી તક મળી શકે છે. ઉચ્ચ શિક્ષણ માટે મોટી સંસ્થામાં એડમિશન મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)