Valentine’s Day 2022: પાર્ટનરના ચહેરા પર સ્મિત લાવશે આ અદભુત ભેટ, મળતાની સાથે જ ભેટીને કહેશે I LOVE YOU...

Wed, 09 Feb 2022-12:20 pm,

બ્લૂટૂથ સ્પીકર્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જો તમે તમારા પાર્ટનરને બ્લૂટૂથ હેડફોન ગિફ્ટ કરવાનું વિચારી રહ્યા છો, તો આ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. Ubon BT-5750 લાઈટ અપ બ્લૂટૂથ હેડસેટ ફ્લિપકાર્ટ પર રૂ.1,499માં ઉપલબ્ધ છે. પરંતુ તમને જણાવી દઈએ કે તેની લોન્ચિંગ કિંમત 3,199 રૂપિયા છે. એટલે કે, તમને આના પર 53% નું ડિસ્કાઉન્ટ મળશે.

જસ્ટ કોર્સેકા બ્લૂટૂથ સ્ટીરિયો નેકબેન્ડની લોન્ચિંગ કિંમત રૂ. 3,499 છે, પરંતુ એમેઝોન પર રૂ. 1,745માં ઉપલબ્ધ છે. તે મજબૂત અવાજ અને મજબૂત બેટરી સાથે આવે છે. સૌથી મહત્વની બાબત એ છે કે તે વોટરપ્રૂફ છે. આ વિકલ્પ ભેટ માટે પણ ખૂબ સરસ હોઈ શકે છે.

યુવાનોમાં ઇયરબડનો ભારે ક્રેઝ છે. જો તમે હજાર રૂપિયાની અંદર શાનદાર ઈયરબડ્સ શોધી રહ્યા છો, તો આ ઈયરબડ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. TAGG લિબર્ટી બડ્સ પ્રોની લોન્ચિંગ કિંમત રૂ. 2,999 છે પરંતુ એમેઝોન પર રૂ. 1,199માં ઉપલબ્ધ છે. તે ઝડપી ચાર્જિંગ અને મજબૂત અવાજ સાથે આવે છે.

 

બ્લૂટૂથ હેડફોનમાં પણ ઘણા વિકલ્પો છે. તમે 1500 રૂપિયાથી ઓછી કિંમતે પેબલ એલિટ પ્રો બ્લુ બ્લૂટૂથ હેડફોન ખરીદી શકો છો. પેબલ એલિટ પ્રો બ્લુ બ્લૂટૂથની લોન્ચિંગ કિંમત રૂ. 2,499 છે પરંતુ ફ્લિપકાર્ટ પર રૂ. 1,449માં ઉપલબ્ધ છે. તેની વિશેષતા એ છે કે ચાર્જિંગના 1 થી 2 કલાકમાં તે 8 કલાક સુધી નોન-સ્ટોપ ચાલી શકે છે.

 

ફ્લિપકાર્ટ પર બ્લૂટૂથ સાઉન્ડબાર પણ ખૂબ સસ્તામાં ખરીદી શકાય છે. જો તમે રૂ.1000થી નીચેનો સાઉન્ડબાર શોધી રહ્યા છો, તો Vingajoy SP 70 10W બ્લૂટૂથ સાઉન્ડબાર રૂ.1,149માં ઉપલબ્ધ છે. ભેટ માટે આ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link