PICS વલસાડ: સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી, સારવારની રાહ જોતા જોતા એમ્બ્યુલન્સમાં જ દર્દીનું મોત

Fri, 16 Apr 2021-10:41 am,

ઉમેશ પટેલ, વલસાડ: વલસાડ કોવિડ સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર ન આપવામાં આવતા 108 એમ્બ્યુલન્સમાં જ દર્દીનું મોત થઈ ગયું. દર્દીના મોત બાદ પરિવારજનો સ્ટેચર પર મૃતદેહ મૂકી રવાના થઈ ગયા. પોલીસને ઘટનાની જાણ થતાં પરીવારને અટકાવી મૃતદેહ હોસ્પિટલ લાવવામાં આવ્યો. 

મળતી માહિતી મુજબ વલસાડની ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલ ખાતે એક દર્દીને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ વધુ દર્દીઓ હોવાથી ખાનગી હોસ્પિટલમાંથી આવેલા આ દર્દીને 108 એમ્બ્યુલન્સમાં જ રાખવામાં આવેલો હતો. 

જ્યાં તેની તબિયત વધુ ખરાબ થતા મોત નીપજ્યું હતું. જેને લઈને પરિવારજનોમાં રોષ જોવા મળ્યો. પરિવારજનો દ્રારા મૃતદેહને સ્ટેચર પર મૂકી હોસ્પિટલમાંથી ઘરે લઈ જવા માટે રવાના થયા હતા. 

સ્ટેચર પર મૃતદેહને લઈ જતી વેળાએ સ્ટેચર હોસ્પિટલના ગેટમાં ફસાઈ જતા પરિવારજનો દ્રારા મૃતદેહને ઊંચકીને ઘર તફર રવાના થયા હતા. 

આ સમગ્ર ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસની ટીમને થતા પોલીસ દ્રારા પરિવાર ને રસ્તામાં અટકાવી સમજવાનો પ્રયાસ કરાયો હતો. જેને પગલે પરિવારજનો દ્રારા મૃત દેહને રસ્તા ઉપર મૂકી શોક વ્યક્ત કરાયો હતો. 

પોલીસ દ્રારા સમગ્ર ઘટનામાં પરીવારજનનોને સમજવી મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં લાવી હોસ્પિટલને આગળ ની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link