આ મોતના ખાડા પૂરો સરકાર, નહિ તો અનેકોના જીવ લઈ જશે ગુજરાતનો આ હાઇવે
વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદ ના કારણે વલસાડ જિલ્લાના રસ્તાઓ બિસમાર બન્યાં છે ત્યારે વલસાડ જિલ્લાનું ચેરપુંજી ગણાતા એવા કપરાડા તાલુકામાં ભારે વરસાદના કારણે કપરાડા અને નાસિકને જોડતો નેશનલ હાઇવે 848 નો કુંભઘાટ વિસ્તારનો રસ્તો બિસ્માર થવા પામ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે આવેલો કુંભઘાટ એ સૌથી જોખમી ઘાટ માનવામાં આવે છે. આ ઘાટ ઉપર ઘણા અકસ્માતો થયા છે. જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેવામાં ઘાટ ઉપર ભારે વરસાદના કારણે મસ્ત મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે.
મોટા ખાડાઓના કારણે ઘણા એવા અકસ્માતો થવા પામ્યા છે. સાથે વાહનો મોટા ખાડામાં પડવાના કારણે વાહન ચાલકને ભારે નુકશાની વેઠવાનો વાળો આવ્યો છે. તો છેલ્લા 15 દિવસમાં 20 થી વધુ અકસ્માત થયા છે. સાથે છેલ્લાં 2 દિવસમાં 7 જેટલા મોટા વાહનો પલટી થતા ટ્રક ચાલકો ભારે નુકશાન થવા પામ્યું છે. બાઈક પર જતાં લોકોની બાઈક ખાડામાં પડવાના કારણે બાઈક ચાલકો પડી જતા હોય છે અને ગંભીર ઇજા પોહચવા પામતી હોય છે. વરસાદના કારણે પડેલા ખાડા ક્યાંક ને ક્યાંક ઘાટ વિસ્તારમાં મોત ને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે આવેલા કુંભ ઘાટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તો ધોવાય જવા પામ્યો છે રસ્તા ઉપર પડેલા મોટા ખાડાઓ ઉપર થી પ્રસાર થવું વાહન ચાલકો માટે જોખમી બન્યું છે. ખાડાઓના કારણે 15 દિવસમાં 20 અકસ્માતો થયા છે. કપરાડા અને નાના પોન્ધા ગામને જોડતા કુંભ ઘાટ ઉપર પડેલા ખાડાઓને કારણે એમ્બ્યુલન્સને પણ જવું મુશ્કેલ બન્યું છે.
નેશનલ હાઇવે 848 વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રના નાસિકને જોડે છે. જેને લઈ આ માર્ગ ઉપર રોજ હજારોની સંખ્યામાં વાહન ચાલકો પ્રસાર થતા હોવા છતાં તંત્ર દ્વારા આ માર્ગ ઉપર કોઈ પણ પ્રકારના પગલાં ન લેતા લોકોએ હાલકી વેઠવાનો વાળો આવ્યો છે. સ્થાનિક આગેવાનો તથા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા પણ નેશનલ હાઇવે વહેલી તકે રિપેરિંગ થાય તે માટે રજુઆત કરવામાં આવી છે.
કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દ્વારા નેશનલ હાઈવે 484 નો વીડિયો અને ફોટો સાથે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ગંભીર તા દાખવી તમામ બિસમાર રસ્તાઓ વહેલી તકે વરસાદ ખુલતાની સાથે બનાવવાના આદેશ પણ કર્યા છે.
નેશનલ હાઇવે 848 નો કુંભ ઘાટ વિસ્તાર બિસમાર હાલતમાં છે. ત્યારે ઘાટ વિસ્તારમાં પડેલા ખાતા હવે જોખમી સાબિત થઈ રહ્યા છે. જેને ઘાટ ઉપર થી પ્રસાર થતા લોકોમાં હવે ભય ફેલાઈ રહ્યો છે તો લોકો એક જ માંગ કરી રહ્યા છે કે ઘાટ પર પડેલા ખાડા વહેલી તકે પુરવામાં આવે. અને ઘાટ પર થતા અકસ્માતો અટકે ત્યારે જોવું એ રહ્યું કે નિંદ્રામાં સુતેલા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ક્યારે જાગશે અને આ મોતના ખાડાઓ પુરવામાં આવશે.