વલસાડ હાઈવે પર ભડભડ સળગી ખાનગી બસ, 18 મુસાફરોએ ઈમરજન્સી દરવાજાથી બહાર નીકળીને જીવ બચાવ્યો

Fri, 20 Oct 2023-9:51 am,

વલસાડના પારડી તાલુકાના ખડકી નજીક ઓવરબ્રિજ પર નેશનલ હાઇવે 48 પર ચાલતી બસમાં આગ લગતા અફરા તફરી મચી હતી. ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાં ટાયર ફાટતા આગ લાગી હતી. જોકે આગ લગતા મુસાફારો બસની બારીઓ અને ઇમરજન્સી દરવાજાથી બાહર નીકળી જીવ બચાવ્યો હતો. 18 જેટલાં યાત્રીઓઓનો આબાદ બચાવ થયો. 

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખડકી નજીક ઓવરબ્રિજ પર નેશનલ હાઇવે નંબર 48 પર ચાલતી બસમાં આગ લગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાં ટાયર ફાટતા આગ લાગી હતી.  

જોકે આગ લગતા મુસાફારો બસની બારીઓ અને ઈમરજન્સી દરવાજાથી બાહર નીકળી જીવ બચાવ્યો હતો. આ આગમાં 18 જેટલાં યાત્રીઓઓનો આબાદ બચાવ થયો છે. ઘટનાને પગલે નેશનલ હાઇવે 48 બંધ કરાયો હતો. જેને પગલે કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો.

વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે નેશનલ હાઇવે નંબર 48 ઉપર રેમન્ડ કંપની નજીક ખડકી ઓવરબ્રિજ ઉપર અમદાવાદ થી મુંબઈ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાં ટાયર ફાટવાના કારણે આગ લાગી હતી. બસમાં આગ લાગતા બસ ચાલે કે સમય સૂચકતા વાપરી બસને રસ્તાની બાજુએ ઉભા રાખી બસમાં બેસેલા 18 મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા.

જોત જોતાની સાથે બસ સંપૂર્ણપણે આગની ચપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ ફાયરની ટીમને થતા વલસાડ, પારડી અને વાપી ચાર જેટલી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 

એક કલાકની ભારે છે બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં બસમાં મુકવામાં આવેલ સામાન અને બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાને પગલે નેશનલ હાઇવે 48 બંધ કરાયો હતો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link