એક જવાબ જેણે યુવતીને બનાવી દીધી વિશ્વની સૌથી સુંદર યુવતી !
મેક્સિકોની વનીસા પોંસને મિસ વર્લ્ડ 2018 માટે પસંદ કરવામાં આવી છે. વનીસાને મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લરે હાથે તાજ પહેરાવવામાં આવ્યો છે. આ વખતે મિસ વર્લ્ડ પેજેન્ટની 68મી સીઝનનું આયોજન ચીનના સાન્યા શહેરમાં કરવામાં આવ્યું છે. વનીસાએ 118 દેશની સુંદરીઓને પાછળ છોડી આ ખિતાબ હાંસલ કર્યો છે. પહેલી રનર અપ મિસ થાઇલેન્ડ નિકોલીન રહી છે.
વનીસાનો જન્મ 7 માર્ચ, 1992ના દિવસે થયો હતો. તે એક ફુલટાઇમ મોડેલ હતી. તેને વોલીબોલ રમવાનું અને પેઇન્ટિંગ કરવાનું પસંદ છે.
સ્પર્ધામાં અંતિમ સવાલમાં વનીસાને સવાલ કરવામાં આવ્યો હતો કે "મિસ વર્લ્ડ તરીકેનાં આપના પ્રભાવનો ઉપયોગ, અન્યોને મદદ કરવામાં કેવી રીતે કરશો?" જવાબમાં વનીસાએ કહ્યું, "જે રીતે હું મારા પ્રભાવનો ઉપયોગ ગત ત્રણ વર્ષ દરમિયાન કરતી રહી છું, તે રીતે આગળ પણ કરતી રહીશ. આપણે વિશ્વ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ બની શકીએ છીએ. આપણે સંભાળ રાખવાની છે, પ્રેમ આપવાનો છે અને ઉદાર બનવાનું છે. કોઈને મદદ કરવી એ મુશ્કેલ નથી તેની પાછળ કોઈ ખર્ચ નથી થતો. બહાર નીકળીને જોશો તો કોઈ અને કોઈને હંમેશા તમારી મદદની જરૂર છે. તો તેને મદદ કરો."
વનીસાનો જન્મ 7 માર્ચ 1992માં થયો હતો. તે એક ફુલ ટાઇમ મોડલ છે. તે પહેલી મેક્સિકન છે જેના માથે આ તાજ પહેરાવવામાં આવ્યો છે. આ પેજન્ટમાં આ વખતે ભારતનું પ્રતિનિધિત્વ તમિલનાડુમાં વસવાટ કરતી અનુકૃતિ વાસ કરી રહી હતી. અનુકૃતિ જૂનમાં આયોજિત મિસ ઇન્ડિયા પેજેન્ટમાં સિલેક્ટ થઇ હતી. ત્યારે તે ટોપ 30માં પહોંચી પરંતુ ટોપ 12માં જગ્યા બનાવી શકી નહોતી.
ભારત તરફથી અત્યાર સુધી 6 સુંદરીઓએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. રીટા ફારિયા 1966માં મિસ વર્લ્ડ બની હતી. આ પછી 1994માં ઐશ્વર્યા રાય, 1997માં ડાયના હૈડન, 1999માં યુક્તા મુખી, 2000માં પ્રિયંકા ચોપડા તેમજ 2017માં માનુષી છિલ્લર મિસ વર્લ્ડ બની હતી.
ટોપ 30માં ચાઇના, કુક આઇસલેન્ડ, બેલારૂસ, બેલ્જિયમ, નોર્થન આર્યલેન્ડ, રસિયા, સ્કોટલેન્ટ, નાઇજિરીયા, સાઉથ આફ્રિકા, ભારત અને પનામાની સુંદરીઓ શામેલ થઈ હતી.