જૂઓ.... વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વધામણા માટે કંઈક આવી રીતે સજ્યું છે વારાણસી
લોકસભા ચૂંટણી 2019માં વારાણસીથી બીજી વખત ચૂંટણી લડી રહેલા વડાપ્રધાન મોદીને કુલ 6,74,664 વોટ મળ્યા હતા. જેની સામે સપાના ઉમેદવાર શાલિની યાદવને 1,95,159 વોટ, જ્યારે કોંગ્રેસના અજય રાય ત્રીજા સ્થાને રહ્યા અનેતેમને 1,52,548 વોટ મળ્યા હતા.
આ પહેલા નરેન્દ્ર મોદી રવિવારે પોતાના વતન ગુજરાતની યાત્રાએ પહોંચ્યા હતા. અહીં તેમણે અમદાવાદના ખાનપુરમાં આવેલા ભાજપના કાર્યાલય ખાતે કાર્યકરોને સંબોધિત કર્યા હતા.
વારાણસી આવતા પહેલા રવિવારે નરેન્દ્ર મોદી માતા હિરાબાને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા. અહીં તેમણે માતાના પગે સ્પર્શ કરીને આશિર્વાદ લીધા હતા. હિરાબાએ નરેન્દ્ર મોદીના માથા પર હાથ મુકીને આશિર્વાદ આપ્યા હતા. મોદીએ હિરાબા સાથે અડધો કલાક પસાર કર્યો હતો.
વારાણસીમાં નરેન્દ્ર મોદીના સ્વાગતની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. સમગ્ર શહેરમાં કેસરી રંગના ફૂગ્ગાઓના હાર લટકાવાયા છે.
જોકે, ભાજપે તેમના આ કાર્યક્રમને આધિકારીક રીતે રોડ શોનું નામ આપ્યું નથી. વારાણસી પહોંચ્યા પછી મોદી સડક માર્ગે પોલીસ લાઈનથી બાંસફાટક સુધી જશે. તેમનો કાફલો શહેરના વિવિધ ભાગમાંથી પસાર થશે.
કાશીની જનતામાં પીએમ મોદીના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોદીનો કાફલો જે રસ્તેથી પસાર થવાનો છે તેની બંને બાજુએ લોકો ઊભા રહીને તેમનું અભિવાદન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કાશીમાં સુરક્ષા દળોની આખી ટીમ ઉતારી દેવામાં આવી છે. પીએમ મોદીના કાફલના માર્ગો પર ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.