PHOTOS: ભારત-જાપાનની મિત્રતાનું પ્રતિક છે `રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર` 15 પોઈન્ટમાં જાણો તેની ખાસિયતો

Thu, 15 Jul 2021-3:14 pm,

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય વિસ્તાર વારાણસીના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું પણ ઉદ્ધાટન કર્યું. ભારત અને જાપાનની વર્ષો જૂની મિત્રતાના પ્રતિક સમાન આ આંતરરાષ્ટ્રીય કન્વેન્શન સેન્ટરને વારાણસીના સિગરામાં 186 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.

રુદ્રાક્ષ કન્વેનશન સેન્ટરનો પાયો 12 ડિસેમ્બર 2015ના રોજ રાખવામાં આવ્યો હતો. જાપાનના તત્કાલિન પ્રધાનમંત્રી શિંજો અબે વારાણસીના દશાશ્વમેઘ ઘાટ પહોંચ્યા હતા. મોદી-શિંજોએ ત્યારે ગંગાનો દુગ્ધાભિષેક કર્યો હતો. જાપાન ઈન્ટરનેશનલ કોઓપેરશન એજન્સી (JICA)ના સહયોગથી રૂદ્રાક્ષનું નિર્માણ પૂરું કરવામાં આવ્યું છે. 

(1. ) 12 ડિસેમ્બર 2015ના રોજ આ કન્વેશન સેન્ટરનો પાયો નખાયો હતો.  (2.) 1200 લોકોને બેસવા માટે અત્યાધુનિક સુવિધા હોલ છે.  (3.) જરૂર પડ્યે આ હોલને બે ભાગમાં વહેંચી શકાય છે. 

(4.) તેમાં વિયેતનામથી આવેલી ખુરશીઓ લગાવવામાં આવી છે અને જાપાનની ઓડિયો સિસ્ટમ છે. (5.) કન્વેન્શન સેન્ટરની બહારના ભાગમાં એલ્યુમિનિમથી બનેલા 108 સાંકેતિક રુદ્રાક્ષ લાગેલા છે.  (6.) દિવ્યાંગો માટે કન્વેન્શન સેન્ટરના હોલમાં મુખ્ય દ્વાર પર વ્હીલ ચેરની સુવિધા છે. 

(7.) બ્રેઈલ લિપિમાં ગેલેરી, સીડી, લિફ્ટ, શૌચાલય, ફૂડ કોર્ટ, હોલની જાણકારી ઉપલબ્ધ છે.  (8.) કન્વેન્શન સેન્ટરનું નિર્માણ 3 એકર જમીન એટલે કે 13196 સ્વેર મીટર જમીનમાં થયું છે.  (9.) આ અત્યાધુનિક કન્વેન્શન સેન્ટર 186 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે. 

(10.) કન્વેન્શન સેન્ટરના બેઝમેન્ટમાં 120 વાહનના પાર્કિંગની સુવિધા છે.  (11.) જાપાની શૈલીનો ગાર્ડન બનાવવામાં આવ્યો છે અને લેન્ડસ્કેપિંગની સુવિધા છે.  (12.)કન્વેન્શન સેન્ટરમાં 150 લોકોની ક્ષમતાના 2 મિટિંગ હોલ છે. 

(13.) તેમાં એક વીઆઈપી કક્ષ અને 4 ગ્રીન રૂમ પણ બનાવવામાં આવ્યા છે.  (14.)આગથી બચવા માટે અત્યાધુનિક યંત્ર લગાવવામાં આવ્યા છે. જે સ્વબચાવ કરશે.  (15.) સ્મોક અને હીટ ડિકેક્ટર સાથે 12 વોટર કર્ટેન લાગેલા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link