Summer Fruit: બીપી કંટ્રોલ કરવાથી લઈને આંખોનું તેજ વધારવામાં મદદ કરી શકે છે ટેટી
તરબૂચની જેમ ટેટીમાં પણ પાણી અને ફાઈબરની માત્રા વધારે હોય છે અને ફેટ હોતું નથી.ટેટી ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી આજ કારણથી તમે સ્નેક્સ કે ચટર-પટર ખાઈને વગરકામની કેલરીનું સેવન નહીં કરો. આના કારણે તમારું વજન કંટ્રોલમાં રહે છે અને મેદસ્વીપણાની સમસ્યાથી રાહત આપે છે.
ગાજરની જેમ ટેટીમાં પણ બીટા-કેરોટીન હોય છે જેનાથી ટેટીને બ્રાઈટ ઓરેન્જ કલર મળે છે. બીટા-કેરોટીન આંખો માટે ફાયદાકારક હોય છે. ટેટી ખાવાથી આંખનું તેજ વધે છે અને ચશ્માની જરૂર પડતી નથી. ટેટીના આ ફાયદાના કારણે ગરમીઓમાં ટેટી જરૂર ખાવી જોઈએ. અત્યારના આધુનિક યુગમાં પરિવારમાંથી એક વ્યક્તિને તો ચશ્મા હોય જ છે. ટેટી ખાવાથી ચશ્મા આવતા નથી.
હાઈપર ટેન્શન એટલે કે હાઈબ્લડ પ્રેશરના દર્દીઓ માટે ટેટી એક ફાયદાકારક ફળ છે. ટેટીમાં પોટેશિયમ ખૂબ હોય છે. પોટેશિયમ રક્તવાહિનીઓને શાંત કરવા કે ફેલાવામાં મદદ કરે છે જેના કારણે બ્લડ પ્રેસર એછું થવામાં મદદ મળે છે. ટેટી ખાવાથી રક્તવાહીનીમાં લોહીનું પરીબ્રહ્મણ સારી રીતે થાય છે.
ઋતુ બદલાઈ નથી કે કેટલાય લોકોને શરદી-ખાંસી અને નાક બંધ થવાની (nasal congestion) સમસ્યા થઈ જાય છે. આ સમયમાં જો તમે ટેટી ખાસો તો શર્દી-ખાંસી ઓછી થઈ જશે. તમે ઈચ્છો તો ટેટીનાં બિજને પણ સલાડ કે દહીંમાં ભેળવીને આરોગી શકો છો.
ટેટીમાં મળવાવાળું પોટોશિયમ મગજમાં ઓક્સિજનનો ફ્લો વધારવામાં મદદ કરે છે.જ્યારે મગજમાં લોહી પુરતા પ્રમાણમાં પહોંચે છે.પુરતા પ્રમાણમાં લોહી મગજ સુધી પહોંચે તો મગજ શાંત રહે છે જેથી સ્ટ્રેસ ઓછો થઈ જાય છે.વીટામીન C વધુ માત્રામાં હોવાના કારણે ટેટી સ્વેત કણો કોષિકાઓને વધારવા મદદ કરે છે. શરીરમાં સ્વેત કણોનો વધારો થતા બિમારોઓ સામે લડવાની ક્ષમતા વધી છે.
(નોટ- કોઈ પણ ઉપાયને કરતા પહેલાં હમેશાં કોઈ વિશેષજ્ઞ અથવા ચિકિત્સકની સલાહ લો)