Good Luck Charm: 2023 શરૂ થતાં પહેલાં ઘરમાં લાવો આ લકી વસ્તુ, વર્ષભર થશે પૈસાનો વરસાદ!
પારિજાતનું ફુલ- પારિજાતનું ઝાડ પણ સમુદ્ર મંથનથી નિકળ્યું હતું. ભગવાન વિષ્ણુને પારિજાતનું ફુલ ખુબ પ્રિય છે. જે ઘરોમાં પારિજાતનો છોડ કે ભગવાન વિષ્ણુંને પારિજાતનું ફુલ ચઢાવવામાં આવતું હોય, તે ઘરમાં હંમેશા ખુશી રહે છે.
અમૃત કળશઃ સમુદ્ર મંથનમાં અમૃત કળશ પણ નિકળ્યો હતો, જેને મેળવવા માટે દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ થયું હતું. અંતમાં ભગવાન શ્રગરિએ મોહિનીનું રૂપ ધારણ કરી અને અમૃત કળશને અસુરોથી બચાવ્યો હતો. માન્યતા છે કે જે ઘરમાં અમૃત કળશની સ્થાપના કરવામાં આવે, ત્યાં ન તો કોઈ દુખ રહે છે અને પૈસાની કમી રહે છે.
ઉચાઈ: શ્રવ ઘોડા - સમુદ્ર મંથનમાં ઉડતો ઘોડો પણ ઉચાઈ: શ્રવ ઘોડા તરીકે ઉભરી આવ્યો. આ સફેદ રંગના ઘોડાની મૂર્તિ અથવા ચિત્ર ઘરમાં રાખવું ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.
એરાવત હાથી- એરાવત હાથીને હાથીઓમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. એરાવત હાથી સફેદ કલરનો હોય છે અને ઇંદ્ર દેવનું વાહન છે. એરાવત હાથીની મૂર્તિ ઘરમાં રાખવી સૌભાગ્ય, સુખ, વૈભવ આપે છે.
પાંચજન્ય શંખઃ સમુદ્ર મંથનથી નિકળેલ 14 રત્નોમાં પાંચજન્ય શંખ પણ સામેલ છે. ભગવાન વિષ્ણુ પાંચજન્ય શંખ ધારણ કરે છે. ઘરના મંદિરમાં આ શંખનું હોવુ ખુબ સારૂ ફળ આપે છે. ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે. ખુબ ધન-વૈભવ રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)