Vastu Tips: તિજોરીમાં શુભ દિવસે રાખી દો આ વસ્તુ, ધન અને ઘરેણાથી છલોછલ રહેશે તિજોરી
વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરીને હંમેશા ભગવાન કુબેરની દિશા એટલે કે ઉત્તર દિશામાં રાખવી જોઈએ. તેના માટે ઘરનો કબાટ દક્ષિણ દિશાની દિવાલમાં હોવો જોઈએ જેથી તેની અંદરની તિજોરીનો દરવાજો ઉત્તર દિશામાં ખુલે.
તિજોરીમાં શ્રી યંત્ર રાખવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે. શ્રી યંત્રના કારણે ધન વૃદ્ધિ થતી રહે છે અને તિજોરી ખાલી રહેતી નથી.
હળદરનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે. પૂજામાં હળદરની ગાંઠ ભગવાન વિષ્ણુને અર્પણ કરો અને પછી તેને પીળા કે લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો.
તિજોરીમાં કોડી અને ચોખા બંને રાખવા જોઈએ. આ વસ્તુઓને શુક્રવારે તિજોરીમાં રાખવાથી વિશેષ લાભ થાય છે. શુક્રવારે માં લક્ષ્મીની પૂજા કરો ત્યારે કોડી અને ચોખા તેમના ચરણોમાં રાખી પછી તિજોરીમાં રાખવા.
માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તિજોરીમાં સુગંધિત દ્રવ્યો જેમ કે અત્તર, ચંદન વગેરે રાખી શકાય છે. સાથે જ ખાસ અવસર અને તહેવાર હોય ત્યારે તિજોરીની પૂજા પણ કરવી.