Money Tips: ઓછા સમયમાં બનવા ઈચ્છો છો ધનવાન, તો આજથી જ શરૂ કરો આ જ્યોતિષ ઉપાય....

Sat, 08 Apr 2023-10:05 am,

જો તમે ઈચ્છો છો કે તમારા પર માં લક્ષ્મીની કૃપા બની રહે અને તમે ખુબ પૈસાની કમાણી કરો તો ઘરની તિજોરીમાં માં લક્ષ્મીની બેઠેલી પ્રતિમાની સાથે પીપળાના પાન પર સ્વાસ્તિકનું ચિન્હ બનાવીને રાખો. આમ કરવાથી માં લક્ષ્મીની કૃપાથી ધન-સંપત્તિ ખુબ વધશે. 

 

 

જો તમારૂ કોઈ કાર્ય લાંબા સમયથી અટવાયેલું છે અને અનેક પ્રયાસો છતાં સફળતા મળતી નથી તો નિયમિત હનુમાન ચાલીસાના પાઠ કરો. સાથે મંગળવારના દિવસે સુંદરકાંડના પાઠ કરો અનને હનુમાનજીને બુંદીના લાડૂનો પ્રસાદ ચઢાવી વહેંચો. તેમ કરવાથી તમારૂ કાર્ય સફળ થઈ જશે. 

 

 

જો તમે ઈચ્છો છો કે તમારા પર માં લક્ષ્મીની કૃપા બની રહે તો દરરોજ સવારે ઉઠીને સૌથી પહેલા તમારી હથેળીના દર્શન કરો. સાથે માં લક્ષ્મીનો મંત્ર કરાગ્રે વસતે લક્ષ્મીનો જાપ કરો. ત્યારબાદ પૃથ્વી પર પગ રાખીને પહેલા પ્રણામ કરો. આમ કરવાથી તમારો દિવસ સારો પસાર થશે. 

 

જો તમે ઈચ્છો છો કે તમારા કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે અને તમે હંમેશા સુખમય જીવન જીવો, તો દર શનિવારે પીપળાના ઝાડમાં પાણી ચઢાવો. સાથે સાંજે સરસવના તેલનો દીવો પ્રગટાવો. 

 

 

જો તમે મોટી કમાણી કરી રહ્યાં છો પરંતુ તે અનુરૂપ તમારા પૈસા ખર્ચ થઈ જાય છે તો તમારે પર્સમાં ચોખાના 21 અખંડિત દાણા (આખા ચોખા) રાખો. આમ કરવાથી ખોટા ખર્ચ અટકી જાય છે. 

 

 

જો તમારી કોઈ ઈચ્છા લાંબા સમયથી પૂરી થઈ રહી નથી તો તમે લાલ કલરના કાગળમાં પોતાની ઈચ્છા લખીને ઘરના મંદિરમાં રાખો. સાથે નિયમિત ધૂપ દીપથી પૂજા કરો. આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે. 

 

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને વિભિન્ન જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link