તમારી ઓફિસ કે કામના સ્થળને આ રીતે સજાવો, થઈ જશો માલામાલ!
વાસ્તુશાસ્ત્ર અનુસાર, પશ્ચિમ અથવા દક્ષિણ દિશા ખાવા-પીવા માટે સારી છે. આ દિશામાં ખાણી-પીણીનો ધંધો કરવાથી સફળતા મળે છે.
મહિલાઓના વસ્ત્રો સંબંધિત કામ માટે દક્ષિણ-પૂર્વ દિશા સારી છે. આ સિવાય મનોરંજન સંબંધિત કાર્યો માટે ઉત્તર-પૂર્વ દિશા શુભ મનાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ધંધાની બેઠક વ્યવસ્થા માટે દક્ષિણ-પશ્ચિમ યોગ્ય મનાય છે . જેથી ધંધામાં સફળતા મળે છે.
ધંધાના સ્થળે પૂજા કરવા માટે ઉત્તર-પૂર્વ દિશા શ્રેષ્ઠ છે. આ સિવાય આ જગ્યા મળવા આવનારાઓ માટે પણ યોગ્ય છે. અહીં દિવાલો પર હળવા રંગોનો ઉપયોગ કરવો જોઈએ.
તમે જ્યાં વેપાર કરવા જઈ રહ્યા છો તે સ્થાન દક્ષિણ-પશ્ચિમમાં ન હોવું જોઈએ. આ સાથે કામના સ્થળે ઉત્તર-પશ્ચિમ દિશામાં સામાન તૈયાર કરવો જોઈએ. સાથે ઉત્તરથી પૂર્વ દિશામાં તેને સંપૂર્ણપણે સાફ રાખો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE Media એની પુષ્ટિ કરતું નથી.)