Venezuela એ બદલી Currency: 10 લાખનો 1 રૂપિયો, લાખોપતિ હતા એ રાતોરાત બની ગયા કંગાળ!

Mon, 09 Aug 2021-2:06 pm,

મોંઘવારીથી જઝૂમી રહેલા  દક્ષિણ અમેરિકી દેશ વેનેજુએલા (Venezuela) માં નવી મુદ્રા 1 ઓક્ટ્રોમ્બરથી લાગુ થવા જઈ રહી છે. આ અંતર્ગત વર્તમાનમાં 10 લાખ બોલીવરની કીંમત માત્ર 1 બોલીવર જ રહેશે. આ જ માટે વેનેજુએલા ડિઝિટલ કોઈન 'રિઝર્વ'  ઉપર આધારીત  એક કિષ્ટોકરન્સી ક્રાંતિના માધ્યમથી પરિસ્થિતીને સામાન્ય બનાવવાના પ્રયત્નો કરી રહ્યો છે. આ ડિઝિટલ મુદ્રા માર્ચ 2020થી જ પ્રચલનમાં છે.

10 લાખ બોલીવરના નોટને હટાવવા માટેનો નિર્ણય સરકારે લાગુ  કરેલી મુદ્રા પરિવર્તનોનો વધુ એક અખતરો છે. સંચાર મંત્રી ફ્રેડી નાનેજે  ટ્વીટ કરીને જણાવ્યું કે 'દેશની સેન્ટ્રલ બેન્ક 5, 10, 20, 50 અને 100 બોલીવરની નોટો બહાર પાડશે. નવી વ્યવસ્થામાં 100 બોલીવર સૌથી મોટી નોટ હશે. તેની કિંમત વર્તમાનમાં 10 કરોડ બોલીવરના બરાબર હશે.

આ સતત છઠ્ઠુ વર્ષ છે જ્યાં વેનેજુએલામાં મંદીની સ્થિતિ છે. ખાદ્ય વસ્તુઓ મોંઘી હોવાના કારણે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તે ગરીબીમાં ફસાતા જઈ  રહ્યા છે. અમેરિકી ડૉલરના વધતા જતા મૂલ્યના કારણે અહીં ખાવાની વસ્તુઓની કિંમત વધુ છે. લાખો લોકો ગરીબ થઈ ગયા છે.

છેલ્લા દશકામાં પણ આનાથી મળતા-જુલતા બે ફેરફાર કરવામાં આવ્યા હતા. પરંતુ આ ફેફરફારે વેનેજુએલાની આર્થિક સ્થિતિને બદવામાં ખૂબ ઓછુ કામ કર્યું. આ જ કારણ છે કે આ વખતે નોટોમાં થયેલા ફેરફારથી પણ લોકોમાં શંકા છે. 2008 માં પૂર્વ રાષ્ટ્રિપતિ હૂગો ચોવેઝે બોલીવરમાંથી ત્રણ સૂન્ય હટાવવાનો નિર્ણય કર્યો.  તેમાના ઉત્તરાધિકારી નિકોલસ મદુરોએ 2018 માં પાંચ ઝીરો વાળી નોટો હટાવી.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, સરકારના આ નિર્ણય પછી માર્કેટમાં 10 લાખ બોલીવર ઓછા થવા લાગશે. વધતી મોંઘવારીના કારણે 5 લીટર પાણીની બોટલ ખરીદવા માટે  74 લાખ બોલીવરની જરૂરત પડે છે. જે 1.84 ડૉલરની બરોબર છે. આનાથી વેનેજુએલાની બગડેલી સ્થિતીનો અંદાજ લગાવી શકાય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link