50 લાખ પગાર પણ આમ છતાં નથી કરાવી શકાતું બાળકોને બે ટંકનું પુરતું ભોજન, ચોંકાવનારી હકીકતો
વેનેઝુએલાની સરકાર સતત કરન્સી નોટ છાપી રહી છે. આઇએમએફએ આશંકા દર્શાવી છે કે આ વર્ષના અંત સુધી મોંઘવારીનો દર 10 લાખ ટકા સુધી પહોંચી જશે. વેનેઝુએલામાં એક કપ કોફીની કિંમત 2000 બોલિવર (વેનેઝુએલાનું ચલણ) છે.
વેનેઝુએલાની સરકાર દિવસરાત નોટ છાપી રહી છે જેથી બજેટ પુરુ કરી શકાય. જોકે આના કારણે પરિસ્થિતિ વણસી રહી છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં કામ કરતી એક નર્સે આપેલી માહિતી પ્રમાણે ઘરમાં બધા અરબપતિ છે પણ આમ છતાં બધા ગરીબ છે. નર્સનું વેતન 50 લાખ રૂ. પ્રતિ માસિક છે પણ આમ છતાં તે પોતાના બાળક માટે એક ટંકનું યોગ્ય ભોજન પણ ખરીદી નથી શકતી.
દક્ષિણ વેનેઝુએલાના સિડાડ ગુયાનાના એક દુકાનદારે જણાવેલી આપવીતી પ્રમાણે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે 500 અને 1000 બોલિવર (વેનેઝુએલા કરન્સી) કોઈ લેતું જ નથી. તે માત્ર 1 લાખની નોટનો સ્વીકાર કરે છે. વેનેઝુએલામાં એક યુનિવર્સિટીના પ્રોફેસરે પોતાના જુતા રિપેર કરાવવા માટે ચાર મહિનાના પગાર જેટલા લગભગ 20 અરબ બોલિવર (લગભગ 4 લાખ રૂ.) દેવા પડ્યા.
IMFની માહિતી પ્રમાણે વેનેઝુએલાની હાલત હાલમાં 1923ની જર્મનીની અને 2000ના દશકના અંતમાં ઝિમ્બાબ્વેની જેવી હાલત હતી એવી છે. તેમણે 2018માં વેનેઝુએલાની અર્થવ્યવસ્થામાં 18% ઘટાડાની જાહેરાત કરી છે.
તેલની ઘટી રહેલી કિંમતને કારણે વેનેઝુએલાની આર્થિક સ્થિતિ બગડી રહી છે. વાળંદ વાળ કાપવા માટે ઇંડા અને કેળાં લઈ રહ્યા છે. બાકીની સર્વિસમાં પણ આવી જ પ્રેકટિસ ચાલી રહી છે.