144 કલાક બાદ શુક્ર બનાવશે શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાને જબરદસ્ત ધનલાભ થશે! ચારેકોરથી સફળતાઓ કદમ ચૂમશે
જ્યોતિષ શાસ્ત્રમાં પંચ મહાપુરુષ રાજયોગ અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું વર્ણન મળે છે. આ રાજયોગ જે વ્યક્તિની કુંડળીમાં હોય તે વ્યક્તિ ભૌતિક સુખ પ્રાપ્ત કરે છે. આ સાથે જ ધનની કોઈ કમી રહેતી નથી. અમે જે રાજયોગની વાત કરીએ છીએ તે છે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ જે શુક્ર બનાવે છે. અત્રે જણાવવાનું કે 18 સપ્ટેમ્બરે શુક્ર સ્વરાશિ તુલામાં પ્રવેશ કરશે. જેનાથી કેન્દ્ર ત્રિકોણ રાજયોગ અને માલવ્ય રાજયોગ બનશે. આ રાજયોગના કારણે કેટલીક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ રાશિઓને કરિયર અને વેપારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો એ ભાગ્યશાળી રાશિઓ વિશે...
તુલા રાશિવાળા માટે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવી શકે છે. આ સાથે જ લેવાયેલા નિર્ણયો અને કરેલા કાર્યોની પ્રશંસા થઈ શકે છે. આ દરમિાયન તમારા ધનના ભંડોળમાં વધારો થઈ શકે છે. તમે પૈસા બચાવવામાં સફળ રહેશો. પરિણીતોનું વૈવાહિક જીવન ખુશનુમા રહેશે. અપરણિતોને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. પૈસા કમાવવાના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે અને તમને કરજ ચૂકવવામાં સફળતા મળી શકે છે.
કેન્દ્ર ત્રિકોણ રાજયોગ ધનુ રાશિવાળા માટે લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી આવક અને લાભના સ્થાન પર ગોચર કરશે. આથી આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આ સાથે જ આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. જે લોકો ઘણા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા હોય તેમને આ સમય દરમિાયન કાર્યોમાં સફળતા મળી શકે છે. રોકાણથી લાભ થઈ શકે છે. જો તમે વેપારી હોવ તો આ દરમિાયન કોઈ મોટી ડીલ થઈ શકે છે.
મકર રાશિવાળા માટે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી કર્મ ભાવ પર ગોચર કરશે. આથી આ સમય દરમિયાન તમારા ધન ભંડોળમાં વધારો થવાની શક્યતા છે. તમે પૈસા બચાવવામાં પણ સફળ રહેશો. આર્થિક રીતે આ સમય તમારા માટે લાભકારી સાબિત થશે અને કાર્યક્ષેત્રમાં પણ તમારા પ્રદર્શનમાં સુધારો થશે. આ સાથે જે લોકો બેરોજગાર છે તેમને નવી નોકરી મળી શકે છે. વેપારીઓને નવા ઓર્ડર મળી શકે છે. આ દરમિયાન વેપારનો વિસ્તાર થઈ શકે છે. પિતા સાથે સંબંધ સારા રહેશે. જે લોકો ફિલ્મ લાઈન, મીડિયા, ફેશન ડિઝાઈનિંગ, અને મોડલિંગ સાથે જોડાયેલા છે તેમને સારો એવો લાભ થઈ શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.