2 ઓક્ટોબરથી આ લોકો રાજા જેવું જીવન જીવશે, શુક્ર અપાવશે અપાર સંપત્તિ અને સફળતા
સામાન્ય રીતે શુક્ર ગ્રહ 23 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. આ સમયે શુક્ર કન્યા રાશિમાં છે અને 2 ઓક્ટોબરે સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કરશે. ઓક્ટોબર 2023ની શરૂઆતમાં શુક્રનું ગોચર મહત્વનું રહેવાનું છે.
શુક્રના રાશિ પરિવર્તનથી દરેક રાશિના જાતકો પર અસર પડશે. પરંતુ ત્રણ જાતકોને શુક્ર ગોચર, અપાર ધન, સંપત્તિ આપી શકે છે. આ લોકોની આર્થિક સ્થિતિમાં સુધાર થઈ શકે છે. આવો જાણીએ કોના માટે ઓક્ટોબર મહિનો શુભ રહેવાનો છે.
વૃષભ રાશિના જાતકો માટે શુક્ર ગોચર શુભ છે. આ લોકો નવી સંપત્તિ, ગાડી ખરીદી શકે છે. જીવનમાં ધન, સંપત્તિ વધશે. કોઈ કમી રહેશે નહીં. અચાનક ધનલાભ થવાથી તમારૂ બેન્ક બેલેન્સ વધશે.
શુક્ર ગોચર કરી સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે અને આ જાતકોને ખુબ લાભ આપશે. આ જાતકોની કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. તેના અટવાયેલા કામ પૂરા થશે. કુંવારા લોકોને લગ્નના પ્રસ્તાવ આવી શકે છે.
તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે અને શુક્ર ગોચર તુલા રાશિના જાતકોને શુભ ફળ આપશે. આ લોકોની આવકના સાધન વધશે. નોકરીમાં પ્રગતિ થશે. વેપારમાં લાભ વધશે. તમારી આર્થિક સ્થિતિમાં મજબૂતી આપશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)