7 દિવસ બાદ શુક્ર બદલી દેશે પોતાની ચાલ, આ જાતકો પર થશે પૈસાનો વરસાદ
શુક્ર દેવ જલ્દી પોતાની ચાલમાં ફેરફાર કરવાના છે. શુક્રના ચંદ્ર દેવની રાશિમાં ગોચર કરવાથી દરેક 12 રાશિઓ પર તેની અસર થશે. મિથુન રાશિમાં આ સમયે શુક્ર દેવ ગોચર કરી રહ્યાં છે. સાત દિવસ બાદ શુક્ર રાશિ પરિવર્તન કરશે, જેનાથી કેટલાક જાતકો પર રૂપિયાનો વરસાદ થશે તો કેટલાક જાતકોએ સમસ્યાનો સામનો કરવો પડશે. શુક્રના આ ગોચરથી કેટલાક જાતકો પર મા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ બનેલી રહેશે. આ રાશિમાં 30 જુલાઈ સુધી શુક્ર બિરાજશે. આવો જાણીએ શુક્ર ગોચરથી કયાં જાતકોને લાભ થવાનો છે.
વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્રની ચાલમાં ફેરફાર લાભકારી સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમને રોકાણ કરવા માટે કોઈ સારી ડીલ મળી શકે છે, જે પ્રોફિટેબલ સાબિત થશે. યાત્રા પર તમે જઈ શકો છો. નાણાકીય રીતે તમે નફામાં રહેશો. લાઇફમાં રોમાન્સ રહેશે. પૂજા-પાઠમાં તમારૂ મન લાગશે.
શુક્રનું કર્ક ગોચર તુલા રાશિના જાતકો માટે લાભદાયક રહેવાનું છે. તમને તમારી મહેનતનું પરિણામ મળશે. સુખ-શાંતિથી ઘરનો માહોલ ખુશ રહેશે. તમે તમારા લવર સાથે ડેટ પર જઈ શકો છો. આવક વધારવા માટે નવા સ્ત્રોત મળી શકે છે. નવી નોકરી મળવાની સંભાવના પણ છે.
કર્ક રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર શુભ માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહેશે. લાઇફમાં રોમાન્સ અને એટ્રેક્શન રહેશે. નાની-મોટી ટ્રિપ પર જવાની સંભાવના છે. કરિયરમાં તમને નવા ટાસ્ક મળી શકે છે. પ્રોફેશનલી અને ફાઇનાન્શલી તમે સ્ટેબલ રહેવાના છો.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો.