ગણતરીના કલાકો બાદ આ 4 રાશિવાળા માટે ઉગશે સુખનો સુરજ, ધન-વૈભવના દાતા તમને બનાવશે ધનાઢ્ય!

Fri, 23 Aug 2024-10:19 am,

જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ધન સંપત્તિ, વૈભવ અને ઐશ્વર્ય વગેરેના કારક ગણવામાં આવ્યા છે. શુક્ર 25 ઓગસ્ટના રોજ મધરાતે 1.25 કલાકે બુધની રાશિ કન્યામાં ગોચર કરશે. શુક્ર કન્યા રાશિમાં 18 સપ્ટેમ્બરના રોજ બપોરે 2.04 વાગ્યા સુધી રહેશે. શુક્રનું કન્યામાં ગોચર કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ રહેશે. આ રાશિવાળાને શુભ સમાચારની સાથે ધન  કમાવવાની સારી તકો પણ મળશે. જાણો શુક્રનું ગોચર કઈ રાશિઓ માટે ફળદાયી રહેશે.   

શુક્રના કન્યા રાશિમાં ગોચરથી વૃષભ રાશિવાળાનો  ભાગ્યોદય થશે. સામાજિક માન પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરીયાતો માટે આ સમય સારો રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા લોકોને શુભ સમાચાર મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. 

કર્ક રાશિવાળા માટે પણ શુક્ર ગોચર અત્યંત શુભ રહેશે. શુક્રના પ્રભાવથી તમારી કરિયરમાં પ્રગતિ અને ઓફિસમાં પ્રશંસા મળી શકે છે. કારકિર્દીના મોરચે તમારા માટે આ સમય અનુકૂળ રહેશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. ધનની આવક થશે અને તમે બચત કરવામાં પણ સફળ રહેશો. 

શુક્રનું કન્યામાં ગોચર કન્યા રાશિવાળા માટે સૌથી વધુ ફળદાયી રહેશે. શુક્રના પ્રભાવથી તમારી લવલાઈફ સારી રહેશે. વેપારીઓને નફો થઈ શકે છે. નોકરીયાતો માટે આ સમય સારો રહેશે. પૈસા કમાવવા માટે નવા નવા સોર્સ સામે આવશે.   

શુક્રનું કન્યામાં ગોચર વૃશ્ચિક રાશિવાળા માટે આર્થિક રીતે ખુબ શુભ રહેશે. આકસ્મિક ધનલાભના યોગ છે. લગ્ન નક્કી થઈ શકે છે. સિંગલ જાતકો માટે સારા પ્રસ્તાવ આવી શકે છે. કૌટુંબિક જીવન સારું રહેશે. સારા સમાચાર મળી શકે છે. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link