વાઈબ્રન્ટના મહેમાનોને ત્રણ દિવસ આ ભોજન પિરસાશે, UAE ના પ્રેસિડન્ટને ખાસ ગુજરાતી વાનગી ખવડાવાશે

Tue, 09 Jan 2024-12:12 pm,

આજથી ગુજરાતમા વેપારનો મહાકુંભ ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ’ યોજાવા જઈ રહી છે. ત્યારે દેશ-વિદેશથી આવનારા VVIP લોકો માટે ભોજનમાં પણ કસર છોડવામાં આવી નથી. ગાંધીનગરની ફાઈવ સ્ટાર હોટલ લીલામાં ખાસ વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે.   

દેશ-વિદેશથી આવનારા મહેમાનો ગુજરાતની સંસ્કૃતિ અને વારસાથી અવગત થશે..સાથે સાથે ગુજરાતના ખાસ ભોજનનો સ્વાદ પણ માણસે...વાઈબ્રન્ટ ગુજરાતમાં આવનારા મહેમાનોને ખાસ ડીશ પીરસવામાં આવનાર છે....જેમાં પાતરા, ગાંઠિયા, ફાફડા, સેવ-ખમણી, ખાખરા, વાટીદાળ ખમણ, બાસમતી રાઈસ, રાજભોગ શ્રીખંડ, મહારાજા સ્પેશિયલ ડ્રીંક, શેહતૂત લેમન ડ્રીંક સહિતની વાનગીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.

મહારાજા સ્પેશિયલ ડ્રીંક, શેહતૂત લેમન ડ્રીંક, પાતરા, ગાંઠિયા, સેવ-ખમણી, ખાખરા, ફાફડા, ત્રિપોલી મીર્ચ આલુ લબાબદાર, દાળ અવધિ, સબજ દમ બિરયાની, બાસમતી રાઈસ, ચીકુ અને પિસ્તાનો હલવો, રાજભોગ શ્રીખંડ, સિઝનલ ફ્રૂટ્સ, વાટીદાળ ખમણ  

દેશ-વિદેશના મહેમાનો માટે આ હોટેલમાં 140 શેફ ભોજન બનાવશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આવનારા મહેમાનો માટે 3 મહિનાથી મેનું તૈયાર કરવામાં આવી રહ્યું છે. હોટેલ લીલાના શેફ કપિલ દુબે સાથે દિવ્ય ભાસ્કરે ખાસ મુલાકાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ત્રણ થીમમાં મેનુ તૈયાર કર્યું છે. 

આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રેસિડન્ટ કાઠિયાવાડના ઊંધિયાનો સ્વાદ માણશે. તેમજ દેશ-દુનિયાના VVIPઓ માટે એક ડિશમાં 18 વાનગી પિરસાશે.  

વાઈબ્રન્ટ ગુજરાતમાં વિદેશી મહેમાનોને નોનવેજ નહિ પીરસાય, પંરતુ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામા આવશે. આ માટે ‘વાઈબ્રન્ટ ભારત થાળી’ નામ આપવામાં આવ્યું છે. વાઈબ્રન્ટમાં વિદેશી મહેમાનોને કાઠિયાવાડી અને ભારતીય વાનગીઓ પીરસવામા આવશે. પહેલા દિવસે ટેસ્ટ ઓફ ભારત થીમ પર ભોજન પીરસાશે. તો સાથે જ મિલેટસની વાનગીઓ પણ પીરસવામાં આવશે. પ્રથમ દિવસે ડિનર માટે ગયા હતા ટેસ્ટ ઓફ ગુજરાત થીમ પર તમામ મહેમાનોને ગુજરાતી ભોજન અપાશે.

10 જાન્યુઆરીએ સમિટના ઉદઘાટન બાદ પહેલી દિવસની બપોરે લંચમાં ટેસ્ટ ઓફ ભારત નામની થાળી પીરસાશે. તો સાંજે ટેસ્ટ ઓફ ગુજરાત થાળી પિરસવામાં આવશે. જેમા ખીચડી-કઢીનો સમાવેશ કરવામાં આવ્યો છે.   

11 જાન્યુઆરીએ બપોરે લંચમાં ટેસ્ટ ઓફ મિલેટ્સમાં બાજરી, બંટી, જુવાર, મકાઈ, રાગી સહિતના ધાનમાંથી તૈયાર થતી વાનગીઓ પિરસવામાં આવશે. આ દિવસે સાંજે પ્રોગ્રામની સાથે નેટવર્કિંગ ડિનરનું પણ આયોજન કરાયું છે.   

12 જાન્યુઆરીએ ટેસ્ટ ઓફ કાઠિયાવાડ થાળી મહેમાનોને ધરાવાશે. જેમાં લંચમાં રિંગણનો ઓળો અને બાજરીના રોટલાનો સમાવેશ થાય છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link