Photos : શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે સોમનાથની આરતીમાં રૂપાણી દંપતી જોડાયું

Mon, 19 Aug 2019-9:20 am,

પવિત્ર શ્રાવણ માસમાં શિવ ઉપાસનાનું અનેરું મહત્વ રહેલું છે. ખાસ કરીને શ્રાવણ માસમાં શિવાલયો શિવભક્તોથી ઉભરાય છે. ત્યારે દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવને શ્રાવણના તૃતીય સોમવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દર્શન માટે પહોંચ્યા હતા. રૂપાણી દંપતી મહાદેવની પ્રાતઃ આરતીમાં જોડાયા હતા અને મહાદેવની તત્કાલ મહાપૂજા અને ધ્વજ પૂજા કરી ધન્ય બન્યાં હતા. સોમનાથ મહાદેવ મંદિરના શિખર પર મહાદેવની બાવન ગજની ધ્વજારોહણને પણ મંદિર પરિસરમાં બેસી નિહાળ્યું હતું. મીડિયા સાથેની વાતમાં તેમણે સોમનાથ મહાદેવને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું હતું.

શ્રાવણ માસના તૃતીય સોમવારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોનો માનવ મહાસાગર છલકાયો હતો. ‘બમ બમ ભોલે, ઓમ નમ:શિવાય, જય સોમનાથ’ના નાદ સાથે સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ હતું.

અરબી સમુદ્રના કિનારે બિરાજમાન પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ત્રીજા સોમવારે વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો લાગી. વહેલી સવારના અંધારામાં લોકો લાઈન લગાવવા પહોંચી ગયા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link