કોરોનાગ્રસ્ત વિજય રૂપાણી હોસ્પિટલ થી મતદાન મથક સુધી, જુઓ તસવીરો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાનગર પાલિકા સામાન્ય ચૂંટણી મતદાન સંદર્ભમાં રાજકોટ મહાનગર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.
મુખ્યમંત્રી કોરોનાની સારવાર માટે એક સપ્તાહથી અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં આજે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા મુખ્યમંત્રી બપોર બાદ રાજકોટ પહોંચ્યા હતા.
તેમણે રાજ્ય ચૂંટણી આયોગની ગાઈડ લાઇન્સ અને માર્ગદર્શિકા ના પાલન સાથે આજે સાંજે મતદાન ના છેલ્લા એક કલાક દરમ્યાન રાજકોટ ખાતે પોતાનો મત આપ્યો હતો અને નાગરિક ધર્મનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.
ગુજરાતમાં આજે અત્યાર સુધીનું શાંતિપુર્વક મતદાન થઇ રહ્યું છે. ગુજરાત શાંતિપ્રિય ગુજરાત છે. ગુજરાતની પ્રતિષ્ઠાને પણ આપણે જાળવી રાખી છે.
તેમણે જણાવ્યું કે, હું કોરોનામાંથી રિકવર થયો છું. હું ભગવાન અને જનતાનો આભાર માનુ છું કે,મારો કોરોના ઝડપથી સારો થયો. ગુજરાતનો રિકવરી રેટ પણ 97 ટકાથી વધારે થઇ ચુક્યો છે.
કોરોના સંદર્ભે ગુજરાત સરકારે ખુબ જ સારી વ્યવસ્થા કરી છે તેવું હું કહેતો હતો પરંતુ હવે તો મે અનુભવ પણ કર્યો છે. અનુભવના આધારે કહુ છું કે ખુબ જ સારી વ્યવસ્થા છે.