રજવાડી ઠાઠ સાથે લગ્નોત્સવ; એક નાનકડા ગામથી વરરાજાની વેલ હેલીકોપ્ટરમાં પહોંચી, લોકો ટોળે વળ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના કાઠી દેવળીયાથી જાન હેલિકોપ્ટરમાં ભાવનગર જતા ગ્રામજનો ઉમટી પડ્યા હતા. દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યભરમાં લગ્ન સિઝનની ધમાકેદાર શરૂઆત થઈ છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નાના એવા ગામમાં રજવાડી ઠાઠ સાથે લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ખંભાળિયાના કાઠી દેવળીયાથી જાન હેલિકોપ્ટરમાં જતા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. કાઠી દેવળીયા ગામેથી ક્ષત્રીય પરિવારની વેલ ભાવનગરના પાલીતાણા જવા રવાના થઈ હતી ત્યારે કાઠી દેવળીયા ગામે પહેલી વખત હેલિકોપ્ટર જોવા મળતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.
હાલમાં જામનગરમા સ્થાય થયેલા વાઢેર પરિવારની જાન હેલિકોપ્ટરમાં ભાવનગર ગઈ હતી. ગામમાં પહેલી વખત હેલિકોપ્ટર આવતા ગ્રામજનોએ હેલિકોપ્ટર સાથે સેલ્ફી લેવા માટે પણ પડા પડી કરી હતી. આ તકે વાઢેર પરિવારના ભીખુભા વાઢેર અને બહાદુરસિંહ વાઢેરએ વિગતો આપી હતી.