ફરીદાબાદઃ મહિલાને અડધી રાત્રે પોલીસ સ્ટેશનમાં પટ્ટા વડે નિર્દયતાથી મારતા રહ્યા પોલીસ કર્મચારી, વીડિયો થયો વાયરલ

Tue, 28 May 2019-11:22 am,

જે વીડિયો વાયરલ થયો છે તેમાં એક મહિલા વચ્ચે ઊભી છે અને પોલીસ કર્મચારીઓ ચારે તરફથી તેને ઘેરી વળેલા છે. પછી પુછપરછ કરતા-કરતા તેને પટ્ટા વડે અત્યંત નિર્દયી રીતે મારી રહ્યા છે. અન્ય પોલીસ કર્મચારીઓ આ અત્યાચારનો આનંદ લેવાની સાથે-સાથે તેનો વીડિયો પણ ઉતારી રહ્યા છે. 

જોકે, આ વીડિયો તાજેતરનો નથી, પરંતુ કેટલાક મહીના જૂનો હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયો વલ્લભગઢના આદર્શનગર પોલીસ સ્ટેશનનો હોવાની પુષ્ટિ થઈ છે. 

જોકે, વીડિયો વાયરલ થઈ ગયા પછી તેના અંગે કાર્યવાહી કરી રેહલા એસીપીએ જણાવ્યું કે, આવો અત્યાચાર ગુજારનારા પોલીસ કર્મચારીઓ ઓળખાઈ ગયા છે. વીડિયોની તપાસ કર્યા પછી તેમની સામે કેસ નોંધીને આગળની કાર્યવાહી કરાશે.   

વલ્લભગઢના ACP જયવીર રાઠીએ સંજ્ઞાન લઈને જણાવ્યું કે, તેમણે આ વીડિયો જોયો છે, જે અત્યંત શરમજનક છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી પીડિત મહિલાની ઓળખ થઈ શખી નથી કે આ સમગ્ર ઘટના શું હતું એ પણ જાણી શકાયું નથી. 

જોકે, વીડિયો વાયરલ થઈ ગયા પછી મહિલા આયોગના સભ્ય રેનુ ભાડિયાએ પોલીસ કમિશનર અને ડીજીપીને આ સમગ્ર ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link