જવું તો જવું ક્યાં? મુંબઇના રસ્તા પર આમ ફરી રહ્યા હતા વિરાટ-અનુષ્કા, તેમ છતાં કેમેરામાં કેદ થયું કપલ

Sat, 20 Aug 2022-11:20 pm,

ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી બ્રેક લઇ વિરાટ કોહલી આ સમયે પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. આ વચ્ચે શનિવારના વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે મુંબઇમાં ફરવા નિકળ્યો હતો પરંતુ ઓળખ છૂપાવીને. પરંતુ તેમ છતાં મીડિયાને તેની જાણ થઈ ગઈ હતી.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આજે મુંબઇમાં આ અંદાજમાં સ્પોર્ટ થયા. હેલમેટથી ચહેરો છૂપાવી સ્કૂટી પર સવાર અને માયાનગરીના સરસ વાતાવરણની મજા લેવા નીકળી પડ્યા. કદાચ બંનેને લાગી રહ્યું હતું કે આ રીતે તેમને કોઈ ઓળખી શકશે નહીં પરંતુ મીડિયાના કેમેરાથી શું છુપાવી શકાય?

લોકોને તેની જાણ થઈ અને સ્કૂટી પર ફરવા નીકળેલા આ સ્ટાર કપલની તસવીરો કેમેરામાં કેદ થઈ ગઈ. હવે સ્થિતિ એવી છે કે આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહી છે અને બંનેની આ સ્ટાઇલને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

જોકે બંનેએ પોતાની ઓળખ છુપાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. વિરાટ કોહલી ટૂંક સમયમાં લાંબા સમય પછી ભારત અને પાકિસ્તાનની મેચમાં રમવા જઈ રહ્યો છે, તેથી તે જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યો છે અને ફિટનેસ પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યો છે, પરંતુ આ દરમિયાન તે મુંબઈમાં સ્કૂટીની સવાર કરતો જોવા મળ્યો.

જ્યાં વિરાટ કોહલી લાંબા વિરામ બાદ પુનરાગમન કરવા જઈ રહ્યો છે, ત્યારે અનુષ્કા શર્મા પણ ચાર વર્ષ પછી ચકદા એક્સપ્રેસથી સિલ્વર સ્ક્રીન પર જોવા મળી રહી છે, જેના માટે તે ખૂબ મહેનત પણ કરી રહી છે. લાંબા સમય બાદ તેને મોટા પડદા પર જોવા માટે ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link