આ કંપનીમાં લાગ્યા છે વિરાટ કોહલીના પૈસા, કાલે ખુલશે IPO, ક્રિકેટરને થયો 3 ગણો નફો

Tue, 14 May 2024-7:56 pm,

આઈપીઓમાં દાવ લગાવી કમાણી કરનારા ઈન્વેસ્ટરો 15 મેની રાહ જોઈ રહ્યાં છે. હકીકતમાં આ દિવસે ગો ડિજિટ જનરલ ઈન્શ્યોરન્સનો 2614 કરોડ રૂપિયાનો આઈપીઓ ઓપન થવાનો છે. આઈપીઓના લોન્ચ થતાં પહેલા ગ્રે માર્કેટમાં તે નફોનો સંકેત આપી રહ્યો છે. આ આઈપીઓ ઈન્વેસ્ટરોને કેટલો ફાયદો કરાવશે તે તો લિસ્ટિંગના દિવસે ખબર પડશે પરંતુ તેણે દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માને માલામાલ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે ગો ડિજિટ જનરલ ઈન્શ્યોરન્સમાં વિરાટ-અનુષ્કાનો મોટો દાવ છે અને તે આઈપીઓમાં પોતાની ભાગીદારી વેચી રહ્યાં નથી.  

ગણતરી અનુસાર વિરાટ-અનુષ્કાએ ગો ડિજિટમાં પોાતાનું રોકાણ લગભગ ચાર ગણું કરી લીધુ છે. વીમા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (આરએચપી) પ્રમાણે દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ 2 કરોડ રૂપિયાના કુલ રોકાણથી ગો ડિજિટમાં 75 રૂપિયા પ્રતિ શેર પ્રમાણે 266,667 ઈક્વિટી શેર ખરીદ્યા. અભિનેત્રી અનુષ્કા શર્માએ 50 લાખ રૂપિયામાં 66667 શેર ખરીદ્યા, જેનાથી આ દંપત્તિનું કુલ રોકાણ 2.50 કરોડ રૂપિયા થઈ ગયું છે.   

વીમા કંપનીએ પ્રાઇઝ બેન્ડ 258-272 રૂપિયા નક્કી કરી છે. તેનો મતલબ છે કે અપર પ્રાઇઝ બેન્ડના આધાર પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના રોકાણમાં 262 ટકાનો વધારો થઈ શકે છે. કોહલીના શેરની કુલ કિંમત 7.25 કરોડ રૂપિયા અને અનુષ્કા શર્માના શેરની કિંમત 1.81 કરોડ રૂપિયા હશે, એટલે કે કુલ રોકાણનું મૂલ્ય 9 કરોડ રૂપિયા હશે.

આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 44 રૂપિયા છે. તે 16.18 ટકાનું પ્રીમિયમ દેખાડે છે. આ પ્રમાણે કંપનીના શેર 316 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. જે ઈન્વેસ્ટરોને આઈપીઓ એલોટ થશે તેને સામાન્ય નફાનો સંકેત છે.   

કેનેડાના ફેયરફેક્સ ગ્રુપના સમર્થનવાળી ગો ડિજિટ જનરલ ઈન્શ્યોરન્સનો આઈપીઓ 15 મેએ ઓપન થશે અને 17 મે સુધી તેમાં દાવ લગાવી શકાશે. ગો ડિજિટના આઈપીઓ હેઠળ 1125 કરોડ રૂપિયાના નવા ઈક્વિટી શેર જારી કરવામાં આવશે. આ સિવાય 1490 કરોડ રૂપિયાના 5.47 કરોડ ઈક્વિટી શેર ઓફર ફોર સેલ હેઠળ વેચવામાં આવશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link