વિરાટ કોહલીએ એનિવર્સરીના દિવસે પોસ્ટ કરી સુપરક્યુટ તસવીરો

Tue, 11 Dec 2018-4:15 pm,

 ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્નને આજે એક વર્ષ થયું. આ પાવર કપલે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો સાથે સ્પેશિયલ મેસેજ લખીને વિશ કર્યું. વિરાટ અને અનુષ્કા હાલ ઓસ્ટ્રેલિયામાં એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ માટે વિરાટ હાલ ઓસ્ટ્રેલિયામાં છે ત્યારે ફિલ્મ પ્રમોશનમાંથી સમય કાઢીને અનુષ્કા પતિ સાથે એનિવર્સરી સેલિબ્રેટ કરવા પહોંચી છે.

અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર લગ્નનો વીડિયો શેર કરતાં લખ્યું, “સમય પસાર થતો હોવાનો અનુભવ ન થાય તે સ્વર્ગ સમાન છે…જ્યારે લગ્ન એક સારા વ્યક્તિ સાથે થાય તે સ્વર્ગ સમાન છે.”

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટે પણ લગ્નની તસવીરો શેર કરતાં લખ્યું, “વિશ્વાસ નથી થતો કે એક વર્ષ વીતી ગયું. હજુ ગઈકાલે જ લગ્ન થયા હોય તેવું લાગે છે. હેપ્પી એનિવર્સરી, માય બેસ્ટ ફ્રેંડ અને મારી સોલમેટ. હંમેશા માટે મારી.”

હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં વિરાટે કહ્યું હતું કે અનુષ્કાએ મારું જીવન બદલી નાખ્યું છે, મને સારો વ્યક્તિ બનાવ્યો છે.

 ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ઇટાલીમાં લગ્ન કર્યા હતા. આ બંનેએ પોતાના નજીકના સગા-સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન ખાનગી રીતે યોજાયાં હતા પરંતુ તેની વિધિ હિન્દુ રીત-રિવાજ પ્રમાણે થઇ હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link