Photos: આ છે ભારતના 5 સસ્તા હિલ સ્ટેશન! જેની સુંદરતા આગળ સ્વિટ્ઝરલેન્ડ પણ પાણી ભરે, એક તો ગુજરાત પાસે

Mon, 20 May 2024-8:46 am,

પશ્ચિમ બંગાળના ખુબ જ સુંદર રેલવે સ્ટેશન જે પોતાના ચાના બગીચાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં તમે ચાની ચુસ્કીઓ લેતા લેતા સુંદર વાદીઓનો નજારો માણી શકો છો. આ સાથે જ અનેક ફન એક્ટિવિટીઝ પણ એન્જોય કરી શકો છો. 

ઉત્તરાખંડનું ફેમસ મસૂરી એક જાણીતું હિલ સ્ટેશન છે. જે દિલ્હીથી ફક્ત 300 કિમી દૂર છે. અહીં તમે ઓછા બજેટમાં ફરી શકો છો. મસૂરીને પહાડોની રાણી પણ કહે છે. આ જગ્યા ફેમસ હનીમૂન ડેસ્ટિનેશન પણ છે. ફેમિલી વેકેશન માટે પણ બેસ્ટ છે. 

તમિલનાડુનું જાણીતું હિલ સ્ટેશન. જ્યાં કે ટી ગાર્ડન, ઐતિહાસિક ઈમારતો, અને સુંદર નજારા તેને એક પરફેક્ટ હોલિડે ડેસ્ટિનેશન બનાવે છે. અહીં એક ફેમસ ફ્લાવર શો પણ આયોજિત થાય છે. જે લગભગ એક દિવસ ચાલે છે. અહીં ઝીલ, વોટરફોન, બોટનિકલ ગાર્ડન, પહાડો બધુ જ છે. 

કર્ણાટકનું કુર્ગ હિલ સ્ટેશન કોડાગુ હિલ સ્ટેશન પોતાના કોફીના બગીચા, ઝરણા, કુદરતી સુંદરતા માટે જાણીતું છે. સુગંધી મસાલા પણ ઉગાડવામાં આવે છે. કુર્ગના પહાડો, ઝરણા, કિલ્લા, પ્રાચીન મંદિર અને તિબ્બતી વસ્તીઓ ફરવાલાયક છે. 

મહારાષ્ટ્રના પશ્ચિમી ઘાટ અને સહ્યાદ્રી રેન્જ વચ્ચે માથેરાન હિલ સ્ટેશન મુંબઈથી ફક્ત 100 કિમી દૂર છે. અહીં લુઈસા પોઈન્ટ પર લોકો ટ્રેકિંગ માટે જાય છે. જ્યાં પહાડની ટોચ પર પહોંચતા જ ઠંડી હવાઓ અને સુંદર નજારા બધો થાક મીટાવી દે છે. 

હિમાચલ પ્રદેશનું જાણીતું હિલ સ્ટેશન, જે પોતાની તિબ્બતી સંસ્કૃતિ, કુદરતી સુંદરતા અને આધ્યાત્મિક લાઈફસ્ટાઈલ માટે પ્રખ્યાત છે. જો તમે શહેરના શોરબકોરથી દૂર ક્યાંક શાંત જગ્યાએ જવા માંગતા હોવ તો મક્લોડગંજ એક પરફેક્ટ હોલિડે ડેસ્ટિનેશન છે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link