Vitamin A નો ભંડાર છે આ 5 Superfood! નિયમિત સેવનથી સુધરશે આંખોની રોશની
ગાજરને વિટામીન A નો મહત્વનો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં બીટા-કેરોટીન હોય છે, જે શરીરમાં વિટામિન Aમાં પરિવર્તિત થાય છે અને રેટિનાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. ગાજરના નિયમિત સેવનથી આંખોની રોશની સુધરે છે અને આંખોનો થાક પણ ઓછો થાય છે.
લીલા પાંદડાવાળા શાકભાજીમાં, પાલક આંખો માટે ખાસ કરીને ફાયદાકારક છે. તેમાં વિટામીન એ, લ્યુટીન અને ઝેક્સાન્થિન હોય છે, જે આંખના સ્નાયુઓને મજબૂત બનાવવામાં અને વૃદ્ધત્વ સાથે થતી દ્રષ્ટિની સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે.
ઈંડામાં વિટામિન એ, ઝિંક અને લ્યુટીન હોય છે, જે આંખના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ઈંડાના પીળા ભાગમાં સારી માત્રામાં લ્યુટીન હોય છે, જે રેટિનાને હાનિકારક કિરણોથી બચાવે છે. તેના નિયમિત સેવનથી આંખોનું રક્ષણ થાય છે અને દ્રષ્ટિની ગુણવત્તામાં સુધારો થાય છે.
ગાજરની જેમ શક્કરિયામાં પણ બીટા-કેરોટીનનું પ્રમાણ વધુ હોય છે. તે આંખના કોષોને સુરક્ષિત રાખવામાં મદદરૂપ છે અને આંખોની ભેજ જાળવી રાખે છે. તેના નિયમિત સેવનથી આંખોની રોશની લાંબા સમય સુધી મજબૂત રહે છે.
નારંગીમાં વિટામીન સીની સાથે સાથે વિટામીન એ પણ હોય છે, જે આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે આંખના પેશીઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને દ્રષ્ટિ સુધારવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)