ક્યા ફળમાં હોય છે સૌથી વધુ વિટામિન C? આ ફળો અનેક બિમારીઓમાં છે ફાયદાકારક
શિયાળાની ઋતુમાં બજારમાં અનેક પ્રકારના ફળો વેચાય છે. તે સ્વાદમાં ખાટા અને તાસીર ઠંડી હોય છે.
આ મોસમી ફળો પોષક તત્વોથી ભરપૂર હોય છે. આવી સ્થિતિમાં તેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
આમળાને શિયાળુ ફળ પણ કહેવામાં આવે છે. તેની તાસીર ઠંડી હોય છે. જો કે, તે પોષક તત્વોથી ભરપૂર છે.
આમળાનું અથાણું, મુરબ્બો અને ચટણી બનાવીને ખાવામાં આવે છે. શિયાળાની ઋતુમાં આ ફળ બજારમાં જોવા મળે છે.
સ્ટાર ફ્રૂટમાં વિટામિન સી પણ હોય છે. તે સ્વાદમાં ખાટું હોય છે. જ્યારે ખાવામાં આમળા જેવો જ સ્વાદ હોય છે.
આમળા અને સ્ટાર ફૂડ બન્ને વિટામિન સીના સારા સ્ત્રોત છે, પરંતુ શું તમે જાણો છો કે કયા ફળમાં વધુ વિટામિન સી હોય છે?
એક રિસર્ચ અનુસાર એક કપ એટલે કે લગભગ 150 ગ્રામ આમળામાં 46 ટકા વિટામિન સી હોય છે.
જ્યારે 91 ગ્રામ સ્ટાર ફ્રૂટમાં લગભગ 52 ટકા વિટામિન સી હોય છે.
(Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો કૃપા કરીને તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.)