ખુબ જ કામની છે આ કેપ્સ્યુલ, ફાયદા જાણીને સ્તબ્ધ થઈ જશો

Sun, 18 Nov 2018-3:31 pm,

વિટામીન ઈની કેપ્સ્યુલનો ઉપયોગ ચહેરા માટે સરળતાથી કરી શકો છો. વિટામીન ઈ ત્વચાને ડ્રાય થતા બચાવે છે અને ચમકદાર બનાવે છે. રોજ રાતે સૂતા પહેલા બદામ કે નારિયેલ તેલમાં મિક્સ કરીને લગાવો. તમે મોશ્ચરાઈઝર લોશન કે સ્ક્રબમાં પણ મિલાવીને સીધુ ચહેરા કે ગળા પર  લગાવી શકો છો. 

આંખોની નીચે કાળા ઘેરા કે પછી થાકેલી આંખો માટે તેનો ઉપયોગ સારો મનાય છે. આ માટે વિટામીન ઈ ઓઈલને સીધુ પોતાની આંખોની નીચે લગાવીને આખી રાત રહેવા દો. તેની અસર ગણતરીના દિવસોમાં જોવા મળશે. 

વિટામીન ઈનો ઉપયોગ વાળની ગુણવત્તા વધારવા માટે થાય છે. તેનાથી વાળનો જથ્થો પણ વધે છે. તેનો ઉપયોગ માથામાં લગાવવામાં ઉપયોગમાં લેવાતા તેલમાં નાખીને કરો. વાળ ધોવાના એક દિવસ પહેલા કરો. આ માટે તમે નારિયેળ તેલમાં વિટામીન ઈના તેલને સારી રીતે મિક્સ કરીને વાળમાં લગાવો અને સવારે પછી શેમ્પુ કરી લો. 

વિટામીન ઈનો ઉપયોગ તમે તમારા હોઠ માટે પણ કરી શકો છો. તેનાથી હોઠ મુલાયમ અને ચમકદાર બને છે. વિટામીન ઈની કેપ્સ્યુલથી તેનું લિકવીડ કાઢીને બદામના તેલ કે ગ્લિસરીન સાથે ભેળવી હોઠ પર સૂતા પહેલા લગાવો. તેનાથી હોઠ થોડા જ સમયમાં સોફ્ટ અને ચમકદાર બનશે.

મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયન સૌથી વધુ સ્ટ્રેચ માર્ક પરેશાન કરે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે વિટામીન ઈની કેપ્સ્યુલમાં બદામ કે નારિયેળનું તેલ ભેળવીને લગાવો. તેનાથી ડાઘા હળવા થશે. 

વિટામીન ઈનો ઉપયોગ ફેસપેકમાં ભેળવીને કરી શકો છો. કારણ કે ક્યારેક ક્યારેક જ્યારે તમે ફેસપેક લગાવો છો ત્યારે તમારી સ્કિન ખેંચાય છે. આવામાં તમારા ફેસપેકમાં નાખવાથી તમારી ત્વચા ખિલી જશે અને મુલાયમ દેખાશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link