Vivo S7e 5G, શાનદાર 128GB સ્ટોરેજ અને 64MP કેમેરા સાથે થયો લોન્ચ, બીજા ફીચર્સ પણ છે જોરદાર

Thu, 05 Nov 2020-2:29 pm,

Vivo S7e 5G ને MediaTek Dimensity 720 SoC સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં 8GB RAM ની સાથે 128GB UFS 2.1 ફ્લેશ સ્ટોરેજ છે. 

Vivo S7e 5G માં 6.44-inch AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યૂશન 2400×1080 પિક્સલ છે. 

Vivo S7e 5G માં નોચ ડિઝાઇન સાથે 32MP સેલ્ફી કેમેરા છે. ફોનમાં બેકમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં પ્રાઇમરી કેમેરા સેન્સર 64MP નો છે. આ ઉપરાંત 8MP ના વાઇડ એંગલ કેમેરા અને 2MP ના પોર્ટેટ કેમેરો છે.

Vivo S7e 5G માં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેન્સર છે. જે એંડ્રોઇડ 10 બેસ્ડ Funtouch OS 10.5 સાથે આવે છે. ફોનમાં 4100mAh બેટરી 33W વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. 

Vivo S7e 5G ડ્યૂલ સિમ સપોર્ટ, 3.5mm ઓડિયો જેક, ડ્યૂલ 4G VoLTE, બ્લ્યૂટૂથ 5.1 સાથે આવે છે. તેને મિરર બ્લેક, ફેન્ટમ બ્લૂ અને સિલ્વર કલર ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનને ચીનમાં 11.11 (singles’ day) 11 નવેમ્બરના રોજ સેલ માટે લાવવામાં આવશે. તેની પ્રાઇસનો ખુલાસો તે દિવસે જ થશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link