ELECTRIC CAR: VOLVO ની નવી ઈલેક્ટ્રીક કાર આપશે 420 KM MILEAGE, કારમાં છે અનેક આધુનિક ફિચર્સ
C40 CHARGEની ડિઝાઈન ઈલેક્ટ્રીક SUV XC40 RECHARGEનું કુપે વર્ઝન છે. જો કે XC40ની જેમ આ કારને પેટ્રોલ, ડિઝલ અથવા હાઈબ્રિડ વેરિયંટ્સ સાથે લોન્ચ કરવામાં આવશે નહીં. આ કાર સંપૂર્ણ રીતે બેટરીથી ચાલતી ઈલેક્ટ્રીક કાર હશે. XC40 RECHARGE SUVની સરખામણીએ થોડું ઓછું ક્રોસઓવર છે. આ કારણે તેની એરોડાયનામિક એફિશિયંસી વધી જાય છે અને વીજળીનો વપરાશ ઘટે છે.
આ કારમાં ઈન્ટિરિયર્સની વાત કરીએ તો દરેક બાજું સ્વીડિશ ડિઝાઈન જોવા મળશે. જો કે ખાસ વાત એ છે કે C40 RECHARGE કંપનીની પહેલી કાર હશે જેમાં ચામડાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. એટલે કે કારની સીટ લેધરની નહીં હોય. કંપનીએ આ પારિસ્થિતિક અને પર્યાવરણીય જાગરૂકતા માટે આ નિર્ણય લીધો છે. કંપનીએ આ કારમાં નવા ફિચર્સ પણ આપ્યા છે. કારમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમના આધારે ગૂગલ દ્વારા વિકસિત ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ સિવાય આ કારમાં નેટવર્ક માટે ઓપરેટિંગ સિસ્ટમને રિમોટથી અપડેટ કરી શકાય છે. એટલું જ નહીં કારમાં ગૂગલ મેપ્સ, ગૂગલ આસિસ્ટન્ટ અને ગૂગલ સ્ટોરમાં ડાઉનલોડ કરવાને લાયક એપ્સ સામેલ છે.
C40 CHARGE અસલમાં SUV XC40 RECHARGE જ છે માત્ર તેની બોડી અલગ છે. આ કારને બેલ્જિયમના ગેંટના એજ પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવશે અને તેમાં પણ CMA પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે. કારનો પાવરટ્રેન પણ XC40 રિચાર્જ જેવો હશે. આ કારમાં દરેક એક્સલ પર ઈલેક્ટ્રીક મોટર સાથે એક ઓલ વ્હીલ ડ્રાઈવ સ્કીમ આપવામાં આવી છે. ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ સાથે 78 કિલોવોટનું બેટરી પેક મળે છે. આ 408BHPનો પાવર અને 660NM ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં 150 કિલોવોટ DC ફાસ્ટ ચાર્જિંગની સુવિધા પણ મળશે. જેની મદદથી કારની બેટરી માત્ર 40 મિનિટમાં 80 ટકા ચાર્ડ થઈ જશે.
કંપની મુજબ ફુલ ચાર્જિંગમાં આ કાર આશરે 420 કિલોમીટરની માઈલેજ આપે છે. C40 RECHARGE 5 સેકન્ડથી ઓછા સમયમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. આ કારની ટોપ સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ કારમાં 413 લિટર ટ્રંક સ્પેસ આપવામાં આવે છે. જ્યારે 31 લિટર સ્ટોરેજ સ્પેસ આપવામાં આવે છે.