Pics : બાયડના વાઘજી કાકાએ 40 વર્ષથી સ્કૂલને જ પોતાનું ઘર બનાવી લીધુ છે

Sun, 16 Jun 2019-4:28 pm,

વાત છે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના શણગાલ ગામની, જ્યાં આવેલી પ્રાથમિક શાળામાં વાઘસિંહ બાવસિંહ ઝાલા સતત 40 વર્ષથી નિઃસ્વાર્થ ભાવે શાળામાં સેવા આપી રહ્યાં છે. સાચા અર્થમાં શાળાના પર્યાવરણના જતનની સાથે શાળાને પોતાનું ઘર માનીને સમાજ માટે એક ઉદાહરણ રૂપ બન્યા છે. વાઘસિંહ ઝાલા દ્વારા શાળાના મેદાનમાં વૃક્ષોનું જતન કરવાથી લઈને શાળામાં સાફસફાઈ, બાળકોને પાણી આપવા સહિતની સેવાઓ તેઓ નિઃસ્વાર્થ ભાવે કરે છે.

વાઘસિંહ છેલ્લા 40 વર્ષથી પોતાના નિત્યક્રમ મુજબ સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી શાળાને જ પોતાનું ઘર બનાવ્યુ છે. એટલું જ નહિ તેમના પરિવારજનો દ્વારા પણ વાઘસિંહને આ નિઃ સ્વાર્થ સેવામાં પૂરેપૂરો સહકાર આપવામાં આવી રહ્યો છે. વાઘસિંહના પત્ની 40 વર્ષથી તેમને જમવા માટે સવારે 10 વાગે શાળાએ ટિફિન સમયસર પહોંચાડી દે છે, બપોરની ચા પણ વાઘસિંહને પોતાના ઘરમાંથી જ મળે છે. તેઓ શાળામાંથી એક પણ રૂપિયાનું ખાવા પીવાનું ન લઈ ખરેખર સાચા અર્થમાં નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે.

મહત્વની વાત તો એ છે કે, વાઘસિંહ પોતે શાળામાં ભણવા તો ગયા નથી, પરંતુ શાળામાં અભ્યાસે આવતા અને અભ્યાસ કરી ચૂકેલા કેટલાય બાળકોના પ્રેરણારૂપ બન્યા છે. રસપ્રદ બાબત તો એ છે કે, વાઘસિંહના ત્રણ દીકરા છે અને તેમના લગ્ન પ્રસંગ હોય કે તેમના દીકરાના ઘરે અન્ય કોઈ પણ પ્રસંગ હોય તો પણ તેઓ ઘરે પ્રસંગમાં જતાં નથી અને પોતે શાળામાં જ પોતાની કામગીરીમાં વ્યસ્ત રહે છે. તેઓ શાળાને પોતાનો પરિવાર માનીને શાળાનું જતન એ જ પોતાની સેવા માની છેલ્લા 40 વર્ષથી સેવા આપે છે. વાઘજી કાકા ખરેખર સમાજ માટે એક ઉદાહરણરૂપ છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link