તમારી પાસે 1 રૂપિયાની `આ` નોટ છે? તો કમાઈ શકો છો લાખો રૂપિયા...જાણો તેની ખાસિયત
7 લાખ રૂપિયામાં વેચાનારી આ એક રૂપિયાની નોટની ખાસિયત એ છે કે તે આઝાદી પહેલાની એકમાત્ર આવી નોટ છે. જેના પર તે સમયના ગવર્નર જે ડબલ્યુ કેલીના હસ્તાક્ષર છે. 80 વર્ષ જૂની આ નોટને બ્રિટિશ ઈન્ડિયા તરફથી 1935માં બહાર પાડવામાં આવી હતી. એવું જરાય નથી કે ઈબેમાં દરેક નોટ આટલી મોંઘી જ છે. કેટલીક નોટો એવી પણ છે જે ઓછા ભાવે મળે છે. 1966ની એક રૂપિયાની નોટ 45 રૂપિયામાં પણ મળે છે. એ જ રીતે 1957ની એક નોટ 57 રૂપિયામાં વેચાઈ રહી છે.
એવું નથી કે ઈબેના આ વેબપેજ પર એક રૂપિયાની એક-એક નોટ છે. કેટલીક નોટોના બંડલ પણ અહીં ઉપલબ્ધ છે. વર્ષ 1949, 1957, અને 1964ની 59 નોટોના બંડલના ભાવ 34,999 રૂપિયા છે. જ્યારે 1957ની એક રૂપિયાની નોટનું એક બંડલ 15 હજાર રૂપિયામાં પણ ઉપલબ્ધ છે. વર્ષ 1968ના એક રૂપિયાનું એક બંડલ 5500 રૂપિયાનું છે. ખાસ વાત એ છે કે તેમાં એક નોટ 786 નંબરની પણ છે. મોટાભાગની નોટોના ઓર્ડરની શિપિંગ ફ્રી છે, જ્યારે કેટલાકમાં 90 રૂપિયા સુધીના શિપિંગ ચાર્જ લાગે છે. ચૂકવણી ઓનલાઈન જ કરવી પડશે. કેશ ઓન ડિલિવરીનું ઓપ્શન ઉપબલ્ધ નથી.
ઈન્ડિયા રિપબ્લિકની એક રૂપિયાની એક નોટ 9999 રૂપિયામાં વેચાઈ રહી છે. તેની ખાસિયત એ છે કે આ નોટ પર નાણા સચિવ કે આર મેમનના હસ્તાક્ષર છે. આ નોટ તે સમયની એકમાત્ર નોટ છે. આ નોટ બરાબર એ સમયે જ બહાર પાડવામાં આવી હતી જ્યારે 1949મં ભારતના બંધારણને મંજૂરી અપાઈ હતી.
ઈબે પર વેચાનારી ચલણી નોટોમાં એક નોટ 786ની પણ છે. આ નોટને કેટલાક લોકો શુકનની નોટ ગણે છે અને ભેગી કરે છે. એટલું જ નહીં કેટલાક લોકોનું તો એવું પણ માનવું છે કે આ નોટને તમારી પાસે રાખવાથી નાણાકીય સંકટ આવતું નથી. નોટની કિંમત 2200 રૂપિયા રાખવામાં આવી છે. તેને મંગાવવા માટે તમારે શિપિંગ ચાર્જ તરીકે 75 રૂપિયા આપવા પડશે.
1949માં છપાયેલી આ એક નોટની કિંમત 6000 રૂપિયા છે. ઈબે પર વેચાનારી આ નોટને થોડા સમય માટે જ રાખવામાં આવી હતી. આ નોટ પર નાણા સચિવ કે આર મેનનના હસ્તાક્ષર છે.
1967માં છપાયેલી નોટ 2500 રૂપિયામાં વેચાઈ. 2500 રૂપિયામાં બંડલ આ નોટની ખાસિયત એ છે કે તેના પર એસ જગનનાથનના સાઈન છે. આ કિંમતની સાથે તમારે ડિલિવરી ચાર્જ તરીકે 50 રૂપિયા ચૂકવવા પડશે.
ઈબે પર વેચાનારી એક રૂપિયાની નોટ સિરીઝમાં પણ ઉપલબ્ધ છે. સિરીઝવાળી નોટના બંડલની કિંમત 1300 રૂપિયા રાખવામાં આવી છે. આ બંડલના તમામ નોટ પર એસ વેન્કટરામનના સાઈન છે. તેને મંગાવવા માટે તમારે વધારાનો 90 રૂપિયા શિપિંગ ચાર્જ ચૂકવવાનો રહેશે.