Long Hair: વાળ ઝડપથી લાંબા કરવા હોય તો લગાવો આ હેર માસ્ક, એક અઠવાડિયામાં દેખાવા લાગશે ફરક
જો તમારા વાળ હોય તો વાળને મૂળથી છેડા સુધી પોષણ મળવું ખૂબ જ જરૂરી છે. તમારા વાળને મજબૂત કરવા માટે તમે કેળાનો હેર માસ્ક લગાવી શકો છો. તેના માટે કેળાની પેસ્ટ બનાવી વાળમાં લગાવો. તેનાથી વાળનો ગ્રોથ ઝડપી થાય છે.
દહીંનું હેર માસ્ક વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વાળમાંથી ડેન્ડ્રફને પણ દૂર કરે છે. તમે વાળમાં દહીં લગાવો છો તો તેનાથી વાળ સિલ્કી પણ થાય છે.
ડુંગળીનો રસ તમારા વાળને યોગ્ય રીતે પોષણ આપવામાં મદદ કરે છે. તમે તેને મહિનામાં એક કે બે વાર વાળમાં લગાવી શકો છો.
તમે અઠવાડિયામાં બે વાર તમારા વાળ પર એગ હેર માસ્ક લગાવી શકો છો. તેનાથી વાળને જરૂરી પ્રોટીન મળે છે. તેનો ઉપયોગ કરવાથી વાળ સુંદર બને છે.
એલોવેરા અને ઈંડાનો હેર માસ્ક તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે તેને અઠવાડિયામાં એકવાર પણ લગાવશો તો તમને તેની અસર દેખાશે
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)