IPO વડે કમાવવા છે રૂપિયા? સેબીએ 4 કંપનીઓને આપી મંજૂરી.. જલદી જ થશે ઇશ્યૂ

Fri, 26 Jan 2024-5:30 pm,

SEBI તરફથી  એંટેરો હેલ્થકેર સોલ્યૂશન્સ (Antero Healthcare Solutions), જેએનકે ઇન્ડીયા (JNK India), એક્ઝિકોમ ટેલી સિસ્ટમ્સ ( Exicom Tele Systems) અને  અને એક્મે ફિનટ્રેડ ઇન્ડીયા (Acme Fintrade (India) ને SEBI તરફથી પ્રારંભિક કિંમત ઈસ્યુ (IPO) માટે મંજૂરી મળી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ સ્ટેલિયન ઈન્ડિયા ફ્લોરોકેમિકલ્સના IPO દસ્તાવેજો પરત કર્યા છે.

સેબી પાસે 19 જાન્યુઆરી સુધી આઇપીઓ ડોક્યુમેન્ટની સ્થિતિ અનુસાર નિયામકે ચાર કંપનીઓને શરૂઆતી શેર વેચાણની મંજૂરી આપી રહી છે. સેબીએ જણાવ્યું કે આ કંપનીઓએ આઇપી દસ્તાવેજ જૂનથી ઓક્ટોબર વચ્ચે જમા કરાવ્યા છે. આ કંપનીઓને એપ્રૂવલ લેટર 16-19 જાન્યુઆરી વચ્ચે મળ્યા. 

એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સના દસ્તાવેજો અનુસાર IPOમાં રૂ. 1,000 કરોડના નવા શેર ઇશ્યૂ કરવામાં આવશે, જ્યારે 85.57 લાખ ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) પણ હશે. Entero Healthcare Solutions 2018 માં પ્રભાત અગ્રવાલ અને પ્રેમ સેઠી દ્વારા શરૂ કરવામાં આવી હતી.

JNK ઇન્ડિયાના IPOમાં રૂ. 300 કરોડના નવા શેર ઇશ્યૂ કરવામાં આવશે. 84.21 લાખ ઇક્વિટી શેરના OFS હશે. ઉદયપુરના Acme Fintrade (India) Limited ના IPOમાં 1.1 કરોડ ઇક્વિટી શેર વેચવામાં આવશે. આમાં કોઈ OFS રહેશે નહીં.

એક્ઝિકોમ ટેલી-સિસ્ટમ્સ લિમિટેડ (Exicom Tele-Systems Limited) ના IPO માં રૂ. 400 કરોડ સુધીના નવા શેર ઇશ્યૂ  કરવામાં આવશે. 74 લાખ ઇક્વિટી શેરના OFS હશે. નેક્સ્ટવેબ કોમ્યુનિકેશન્સ કંપનીમાં 71.45 ટકા હિસ્સો ધરાવે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link